રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા માથાનાં દુ:ખાવા સમાન વકરી રહી છે ત્યારે હાલ છેલ્લા ચાર દિવસથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા યથાવત રહી છે.
ટ્રાફિક પોલીસનાં ભારે પ્રયાસો બાદ પણ ટ્રાફિકજામની સમસ્યા હળવી કરવામાં કોઈ સફળતા પ્રાપ્ત થઈ નથી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યાનાં પગલે રાજય ધોરીમાર્ગ પર આવેલ ગોલ્ડન બ્રિજ ખાતે પણ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. ગતરોજ રાત્રિનાં સમયથી ગોલ્ડન બ્રિજ ખાતે ટ્રાફિકજામની સમસ્યા કલાકો સુધી સર્જાઈ હતી. હાલ છેલ્લા ચાર દિવસથી ટ્રાફિકની પરિસ્થિતિ જોતાં મળતી માહિતી મુજબ સરદાર બ્રિજ પર રસ્તાનાં રિપેરિંગ કાર્ય અને વાહન બંધ થવાની ઘટનાઓને લઈ પસાર થતાં વાહનોની ગતિ ધીમી પડતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. હાલ મુલદ ટોલનાકાથી નર્મદા ચોકડી સુધીનાં માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતા વડોદરાથી સુરત તરફ જતાં અનેક વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા.
ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છેલ્લા 4 દિવસથી ટ્રાફિકજામની સમસ્યા યથાવત.
Advertisement