Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અસનાવી ગામ નજીક ઉભેલ ટ્રક સાથે મોટરસાયકલ અથડાતા ચાલકનું મોત…

Share

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકાના અને ઝઘડીયા પોલીસનાં વિસ્તારનાં અસનાવી ગામ નજીક રોડ પર પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વિના તેમજ કોઇ આડ મુક્યા વિના ઉભેલ ટ્રક સાથે એક મોટરસાયકલ અથડાતા મોટરસાયકલ ચાલક ૨૨ વર્ષના યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયુ હતુ. જ્યારે પાછળ બેઠેલ અન્ય યુવક ઇજાગ્રસ્ત થયો હતો.

વિગતો મુજબ આજે સવારે પોણા છ વાગ્યાના અરસામાં નેત્રંગ તાલુકાના વણખુંટા ગામનો રાજકુમાર રણછોડભાઇ વસાવા નામનો યુવાન મોટરસાયકલ લઇને નોકરીએ જવા નીકળ્યો હતો ત્યારે અસનાવી ગામ નજીક રોડ પર અંધારામાં પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વિના અને કોઇ આડ મુક્યા વિના ઉભેલ ટ્રક સાથે અથડાતા મોટરસાયકલ ચાલક રાજકુમારનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયુ હતુ. જ્યારે પાછળ બેઠેલ નિલેશકુમાર વસાવા નામનો યુવક ઘવાયો હતો. ઘટના અંગે મૃતકના પિતા રણછોડભાઇ ભીખજીભાઇ વસાવાએ ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વિના કે કોઇ આડ મુક્યા વિના ટ્રક પાર્ક કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરાના અકોટા વિધાનસભા બેઠક ઉપર જોવા મળી મહિલા પ્રાદ્યાપિકાની અનોખી ફરજપરસ્તી.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્સેલન્સ દ્વારા વિદ્યાર્થીઓ ને માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો સાથે વાલીઓએ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી…

ProudOfGujarat

વડોદરાની શહેર વાડી વિધાનસભા બેઠકના ઉમેદવાર મતદાનથી વંચિત..જાણો કેમ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!