Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નેત્રંગમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Share

નેત્રંગ ગામમાં કોરોના પોઝિટિવનાં વધુ બે કેસો નોંધાતા ગામભરમાં ભયનો માહોલ તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા કોઈક કારણોસર કોરોના પોઝિટિવના કેસોની માહિતી બહાર પડવામાં આવતી નથી.

નેત્રંગ ગામમાં છેલ્લા કેટલાક વખતથી કોરોના વાયરસે પોતાનો જીવલેણ વિકરાળ પંજો ફેલાવાનું શરૂ કરતાં તાજેતરમાં જ ગામમાં ૧૩ જેટલા કેસો નોંધાયા હતા. ત્યારબાદ હાલમાં નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમાં નેત્રંગ-મોવી રોડ પર મોબાઈલની દુકાન ધરાવતા દુકાનદાર રવીકુમાર જયેશભાઇ ગાંધી તેમજ તેની દુકાનમાં રહેતા યાદવ દિવ્યેશ ધર્મેન્દ્રસિંહ બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કેસ નોંધાતા હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

Advertisement

ત્યારે નેત્રંગ ગામમાં દરેક વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા મથક ખાતે ફરજ બજાવતા અને ગામમાં રહેતા ઉચ્ચ અધિકારીઓ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન આપે છે. ત્યારે ગામભરમાં રોગચાળાને અટકાવવા માટે જરૂરી દવાઓનો છંટકાવ કાયમી ધોરણે ગામમાં થાય તે માટે સરકારની કોઈક ગ્રાન્ટમાંથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત દવાઓ છંટકાવ બાબતે જવાબદાર આરોગ્ય વિભાગના અધિકારી તેમજ તાલુકા મથકના મુખ્ય બે વિભાગના અધિકારીઓ (૧) તાલુકા વિકાસ અધિકારી તેમજ (૨) મામલતદાર ધ્યાન આવે તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.


Share

Related posts

અમદાવાદીઓને મળશે ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ : 600 કરોડના ખર્ચે તૈયાર થશે સંકુલ…

ProudOfGujarat

નંદોદ ગોપાલપુરાના ભદ્રવીરસિંહે પરિવાર વિહોણી વૃદ્ધાની 20 વર્ષ “માં” તરીકે સેવા કરી,વૃદ્ધાની ઈચ્છા મુજબ અંતિમ વિધિ પણ કરી.

ProudOfGujarat

નેપાળ પાવરલિફ્ટિંગ વર્લ્ડ કપમાં RS Fitnessના ખેલાડીઓએ 17 મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું :  ભરૂચના ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર સિદ્ધિ, કોચ હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમનું ગૌરવપૂર્ણ પ્રદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!