Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : 2 બોલેરો પિક અપ ગાડીમાંથી રૂ. 11,91,600 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી નબીપુર પોલીસ.

Share

નબીપુર પોલીસે રૂપિયા ૧૧ લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડયો હતો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે તો ખરા અર્થમાં ફારસરૂપ પુરવાર થઈ દારૂબંધીનાં લીરેલીરા ઉડાવી રહી હોય એમ લાગી રહ્યું છે જે છાશવારે ઝડપાઇ રહેલા દારૂના જંગી જથ્થા સાબિત કરી રહ્યા છે. નબીપુર પોલીસ મથકનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે. જાડેજાને બાતમી મળી હતી કે બે બોલેરો પિક અપ ગાડી ઇંગ્લિશ દારૂ ભરી ભરૂચ તરફથી આમોદ તરફ જનાર છે.

મળેલી બાતમીનાં આધારે પોલીસ વોચ દરમિયાન બોલેરો પિક અપ ગાડી નંબર જીજે – ૦૬ – એ ઝેડ – ૯૧૭૦ તેમજ બોલેરો પિક અપ ગાડી નંબર જીજે – ૦૫ – બી ઝેડ – ૭૪૭૮ આવતા બંને ગાડીઓને રોકી સઘન તલાશી લેતા ગાડીમાંથી દારૂની બોટલો નંગ ૧૦,૮૬૦ કિંમત રૂપિયા ૧૧,૯૧,૬૦૦ તેમજ ગાડીની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ ૧૫,૯૧,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરોક્ત દારૂનો જથ્થો નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થનાં માણસો કટિંગ કરવા લઈ જઈ રહ્યા હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થ રહે. ભરૂચ ગાડીઓના ચાલક તેમજ માલિકને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં હાલોલ નગરપાલિકાનાં તીર્થવિલા કન્ટેઇનમેન્ટ વિસ્તારને ક્લસ્ટરમુક્ત કરાયો.

ProudOfGujarat

નડિયાદમાં બાળ કલ્યાણ સમિતિ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

વડોદરા શહેરમાં હત્યામાં પકડાયેલાં આરોપીઓએ કહ્યું ‘અમે દાદા નથી, ગાય છીએ’…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!