Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જીલ્લાનાં કરજણમાં તળાવ કિનારે માનવનો મગર સાથે સંવાદનો વિડિયો વાયરલ થતા અચરજ ફેલાયું.

Share

સામાન્ય સંજોગોમાં મગર સાથે કોઇ પણ પ્રકારનો અખતરો જીવલેણ નિવડી શકે છે.પરંતુ એનાથી ઊલટું વડોદરા જીલ્લાના કરજણમાં જોવા મળ્યું છે. માનવનો મગર સાથે સંવાદ કરતો વીડિયો વાયરલ થતા ભારે અચરજ સર્જાયું છે. માનવી મગર સાથે સંવાદ કરતા કહે છે કે તને કોઇએ કાંકરી મારી તો તારો દિકરો જીવ આપી દેશે.

તળાવમાં મગર સાથે વાતો કરતા વ્યક્તિનો વિડિયો વાઈરલ થયો છે. આ વ્યક્તિ જીવના જોખમે મગર પર હાથ ફેરવીને તેને નમન કરે છે અને જોકે મગર હુમલો કર્યાં વિના જ પાણીમાં જતો રહ્યો છે. વિડીયોમાં લોકોની વાતો પરથી જણાય છે કે પંકજ નામનો વ્યક્તિ મગર સાથે સંવાદ કરી રહ્યો છે. વાઇરલ વિડીયો કરજણના જુના બજાર વિસ્તારમાં આવેલા તળાવનો હોવાનું મનાઇ રહ્યું છે. જોકે આ અંગે કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી.

વડોદરા જીલ્લાના કરજણ સ્થિત જુના બજાર ખાતે આવેલા તળાવમાં મગર રહે છે. આ મગર રોજ સવારે તડકો ખાવા માટે પાણીની બહાર નીકળે છે અને આ સમયે કરજણના જુના બજારમાં રહેતા પંકજભાઇ પટેલ મગર સાથે વાતો કરે છે. પંકજભાઇ મગર સાથે વાતો કરતા હતા ત્યારે આસપાસના લોકોએ તેમને મગરથી દૂર જવા માટે સમજાવ્યા હતા પરંતુ તેઓ માન્યા ન હતા અને મગરને નમન કરીને તેની પર હાથ ફેરવતા હતા. જોકે લોકોના આશ્ચર્ચ વચ્ચે મગરે તેમની પર હુમલો કર્યો ન હતો અને મગર પાણીમાં જતો રહ્યો હતો. મગર સાથે સંવાદમાં પંકજ પટેલ કહે છે કે આ તો માઁ છે આપણી વચન આપેલુ છે એને એની કોઇ રક્ષા કરશે તો એની રક્ષા એ કરશે. વાઇરલ વિડિયોમાં પંકજભાઇ પટેલ કહેતા સાંભળવા મળ્યા કે તમને કોઇ કાંકરી મારે તો તમારો દિકરો તમારા માટે જીવ આપી દેશે. કોઇ કાંકરી કે પથ્થર માર્યો તો હું કો કોઇનો નહીં થાઉ, તો હું મારી માઁ ને જોડે લઇને પડીશ. ક્ષમા કરજો મારી માઁ કશું ના થાય, કશું ના કરે, આ તો માઁ છે આપણી, વચન આપેલુ છે એને, એની કોઇ રક્ષા કરશે તો એની રક્ષા એ કરશે. પણ એને કોઇ હેરાન કરશે તો એ હેરાન કરશે. ઇંડા મૂકવા દેતા નહીં કોઇ, એ ઇંડા મૂકવા માટે આવી હતી. જય માઁ ખોડલ હાજર લોકોએ પંકજ કાકાને જલ્દી ઉપર આવી જવા હાકલ કરી. આ સમયે હાજર લોકો કહેતા હતા કે, મગરી રડે છે, ઇંડા આપવા માટે બેઠી છે, જલ્દી ઉપર આવી જાઓ. પકંજ કાકા શાંતિથી બેસવા નહીં દેતા એને ઇંડા મૂકવા દીધા નહીં. ઢાઢરનો મગર હોય તો છોડે નહીં, પણ આ મગરે કંઇ કર્યું નહીં. સમગ્ર વિડિઓમાં આખરે મગર કોઇ પણ પ્રકારનું નુકશાન કર્યા વગર પાણીમાં જતો રહે છે.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

૧૦૦ કરતા વધારે મોટર સાયકલ ચોરી કરનાર ઇસમોને ભરૂચ એલ.સી.બી.એ-૧૧ જેટલા ચોરીના મોટર સાયકલ સાથે ઝડપી પાડયા….

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ચોકડી પાસેના સર્વિસ રોડ પર થતા ગેરકાયદે પાર્કિગ મામલે સ્થાનિક અગ્રણીની ટ્રાફિક પોલીસ વિભાગમાં રજુઆત.

ProudOfGujarat

શુકલતીર્થમાં ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞની ચાલતી તડામાર તૈયારીઓને અપાયો આખરી ઓપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!