Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી.

Share

ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગઇકાલે નેત્રંગ તાલુકામાં અને આજે ભરૂચ શહેરમાં મિટિંગ બોલાવી કોંગ્રેસ પક્ષ દ્વારા તેમની પરંપરા અનુસાર આજે જીલ્લા પ્રભારી ઇકબાલ શેખની આગેવાનીમાં ચર્ચા કરવામાં આવી હતી.

ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રભારીની આગેવાની હેઠળ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સ્થાનિક કક્ષાએ કોંગ્રેસ પક્ષ દ્વારા સારામાં સારા ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેમજ ભરૂચ જીલ્લામાં આજે અમો પ્રયત્ન કરીએ છીએ કે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ કરી શકે તેમજ ખેતી વિષયક પ્રશ્નોની લોકો હાડમારી ભોગવી રહ્યા છે તેથી અમો સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને પસંદ કરવામાં આવશે જે પ્રયત્ન માટે આજે કોંગ્રેસની મિટિંગ મળી હતી.

જેમાં નગરપાલિકાની ચૂંટણી બાદમાં હોય આથી પહેલા શહેરનાં વોર્ડનાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ નગરપાલિકાનાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ મિટિંગમાં કોંગ્રેસનાં આગેવાનો, રાજકીય અગ્રણીઓ, કોંગ્રેસનાં કાર્યકરો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરત : અડાજણમાં રહેતા વકીલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ProudOfGujarat

મરાઠી પ્રાથમિક શાળા, વ્યારાના વિદ્યાર્થીઓને તિથી ભોજન કરવાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના ઉમલ્લા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પનો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!