Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેડીયાપાડા પોલીસે ખાબજી ગામેથી જુગાર રમતા ૦૭ જુગારીઓને ઝડપી પાડયા : અન્ય ૦૪ ફરાર…

Share

– રોકડા તથા ૦૫ નંગ મોબાઈલ મળી કુલ કિં.રૂ.૧૯,૧૪૦/-ના મુદામાલ સાથે સાત જુગારીયાઓને પકડી પાડતી દેડીયાપાડા પોલીસ.

– નર્મદા જિલ્લામાં પોલીસ દ્વારા જુગાર અને દારૂના વેપલા ઉપર તવાઈ બોલાવી છે ત્યારે ડેડીયાપાડા પોલીસે ખાબજી ગામેથી સાત જુગારીઓને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના PSI એ.આર.ડામોરના સુપરવિઝન હેઠળ દેડીયાપાડા પોલીસ સ્ટાફ્સા માણસોને બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા કેટલાક ઇસમો બાતમીવાળી જગ્યાએ લાઇટના અજવાળામાં ગોળ કુંડાળું વળી પૈસા વડે હાર જીતનો જુગાર રમતા હોય જેથી તેઓને કોર્ડન કરી રેઇડ કરતા સ્થળ ઉપરથી આરોપીઓ જયેશભાઇ રતીલાલભાઇ વસાવા, નિતીનભાઈ નરપતભાઇ વસાવા, રવિન્દ્રભાઇ ગંભીરભાઇ વસાવા, રાયસીંગભાઇ બેડીયાભાઇ વસાવા, કાંતીલાલભાઇ અમરસીંગભાઇ વસાવા, વિક્રમભાઇ બચુભાઇ વસાવા તમામ રહે. રહે.ખાબજી તા.દેડીયાપાડા જિ.નર્મદા તથા મનોજભાઇ સોમાભાઇ વસાવા રહે. નાના મંડાળા તા.દેડીયાપાડા જિ.નર્મદા નાઓની અંગ ઝડતીના રોકડા રૂ.૧૧,૩૯૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ.૭૫૦/- તથા મોબાઇલ નંગ-૫ ની કિં. રૂ.૭૦૦૦/- તથા પત્તા પાના મળી કિં.રૂ.૧૯,૧૪૦/- નો ગણી જુગારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. રેઇડ દરમ્યાન આરોપી પ્રતાપભાઈ વેસ્તાભાઈ વસાવા, બીપીનભાઈ નગીનભાઇ વસાવા, સંજયભાઇ ચંદુભાઈ વસાવા, પરીપોભાઇ રામેશ્વરભાઇ વસાવા ચારેય રહે.ખાબજી તા. દેડીયાપાડા જિ.નર્મદા પોલીસ રેઇડ દરમ્યાન નાસી ગયા હતા તમામ આરોપીઓ વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચના આલી કાછીયાવાડ વિસ્તારમાં નવો રોડ ઉખડતા વિવાદ, સ્થાનિકોમાં રોષ

ProudOfGujarat

પેટ્રોલ-ડીઝલનાં અસહ્ય ભાવવધારા સામે કોંગ્રેસ દ્વારા ઉમરપાડા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણા યોજી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા.

ProudOfGujarat

ઝઘડીયા કોમ્યુનિટી હોલ ખાતે વેન્ટિલેટર અને ઓક્સિજન સુવિધા સાથેનું કોવિડ સેન્ટર શરુ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!