Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાર્વજનિક હાઈસ્કૂલ-કાવી ના સિનીયર કલાર્ક ઇકબાલ બહાદુર નો નિવૃત્તિ વિદાય અને સન્માન સમારંભ યોજાયો

Share

તા. ૨૧-૧૦-૨૦૧૯ ના રોજ સાર્વજનિક હાઈસ્કૂલ- કાવી ના સિ.કલાર્ક ઇકબાલ બહાદુર નો વયનિવૃત્તિ વિદાય અને સન્માન સમારંભ યોજવામાં આવ્યો.
ઇકબાલ ભાઇ તા.૯-૧૨-૧૯૮૭ થી કાવી હાઈસ્કૂલમાં સેવક તરીકે જોડાયા. સેવક તરીકે ઉત્કૃષ્ટ સેવા બજાવી. ત્યાર બાદ બઢતી મળતા તા. ૧-૦૭-૧૯૯૨ ના રોજ જુ.કારકુન અને તા.૩૦-૦૬-૨૦૦૬ થી ઇકબાલભાઇએ સિનીયર કારકુન તરીકેની ઉત્તમ ફરજ બજાવી આમ ૩૧ વર્ષ ૧૦ માસ અને ૨૨ દિવસ સુધી ની સેવા આપી. કાવી કેળવણી મંડળના ચેરમેન શબ્બીર એમ.પટેલ સાહેબે સન્માનપત્ર એનાયત કર્યું.અને શાલ ઓઢાડીને સન્માન કર્યું.શાળાના લાઇબ્રેરિયન ઇદ્રીશ પટેલે સન્માન પત્રનું વાંચન કર્યું.શાળાના આચાર્ય હારૂન સાહેબ તેમજ સુપરવાઇઝર અનવરહુશેન સૈયદ સાહેબે તથા ચેરમેન શબ્બીર એમ પટેલ સાહેબે શાળાના ફરજ દરમિયાનના સંસ્મરણોની ઝાંખી આપી હતી તેમજ ઇકબાલભાઈ ની સેવાઓ ને બિરદાવી હતીં. ધો.૧૨-બ- ની વિદ્યાર્થીનીઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું. શાળાના ઉ.મા. શિક્ષક ઇમરાન સાહેબે આભારવિધિ વ્યક્ત કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જે.ડી. માછી સાહેબે કર્યું હતુ.

રીપોર્ટર:ફારૂક સૈયદ કાવી

Advertisement

Share

Related posts

SIT ના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ : 2002 માં ગુજરાત સરકારને બદનામ કરવા માટે તિસ્તાએ અહેમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા લીધા હતા.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત.

ProudOfGujarat

ગાંધીની જન્મ જયંતી નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા માસ ક્લીનનેસ ડ્રાઈવ યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!