Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાનાં પાલેજ જિલ્લા પંચાયત તેમજ વરેડિયા તાલુકા પંચાયતની બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો…

Share

ભરૂચ જિલ્લાના પાલેજ – ૨૨ જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં ઉમેદવાર તેમજ વરેડિયા તાલુકા બેઠકના ઉમેદવારે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચારમાં પણ તેજી જોવા મળી રહી છે. ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પોતાના મત વિસ્તારના મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક કરી મત આપવા અપીલ કરી રહ્યા છે.

ગતરોજ પાલેજ – ૨૨ જિલ્લા પંચાયતના તેમજ વરેડિયા તાલુકા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનુક્રમે અફજલ ઘોડીવાળા તેમજ દાઉદ પટેલે કહાન તેમજ વરેડિયા ગામમાં ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરી કોંગ્રેસને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી. મિડીયા સમક્ષ નિવેદનમાં કોંગ્રેસના ઉમેદવાર અફજલ ઘોડીવાળાએ જણાવ્યું હતું કે દરેક ગામોમાં અમોને મતદારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને પાલેજ તેમજ વરેડિયા બેઠક પર તેઓએ કોંગ્રેસ વિજયી બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો…

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

નર્મદાના ધમણાચા ગામના પાંચ સ્વાતંત્ર સેનાનીઓના પરિવારજનોને સરદાર સાહેબની પ્રતિમાની પ્રતિકૃતિ અને શાલ ઓઢાડી સન્માન કરતા જિલ્લા કલેક્ટર

ProudOfGujarat

ગુજરાતથી અમેરીકા જતા ગુમ થયેલા 9 લોકોના મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી

ProudOfGujarat

ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન અપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!