Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : નાની નરોલી જીલ્લા પંચાયત અને ઝંખવાવ જીલ્લા પંચાયત બેઠકો પર ભાજપે બાઈક રેલી યોજી.

Share

માંગરોળ તાલુકામાં સમાવિષ્ટ નાની નરોલી જીલ્લા પંચાયત અને ઝંખવાવ જીલ્લા પંચાયત સીટ પર ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં ફોર વ્હીલ વાહનો પણ જોડાયા હતા તેમજ લોકો પાસે મતની માંગણી કરી. નાની નરોલી જીલ્લા પંચાયતનાં ઉમેદવાર અને તાલુકા પંચાયતનાં ઉમેદવારોએ ભાજપનાં નિશાનને મત આપી વિજય બનાવવા અપીલ કરી હતી. આ બાઇક રેલી મોસાલી ચોકડીથી નીકળી તાલુકા પંચાયત, બોરસદ-દેગડીયા, કંસાલી, વેરાકુઈ, આંબાવાડી, ઝીનોરા તેમજ ઝંખવાવ સીટમાં વાંકલથી નીકળી બોરિયા, ઝરની, કંટવાવ, નાંદોલા, ઇશનપુર માંડળ – બોરિયા, ઘોડબાર, ભીલવાડા, વડ, હરસણી, લવેટ, ભડકુવા, ખરેડા વગેરે ગામોમાંથી ફરી નાનીફળી ગામે ખાતે સંપન્ન થશે.

આ પ્રસંગે મહામંત્રી દીપકભાઈ વસાવા, જગદીશભાઈ ગામીત, મુકેશભાઈ ચૌહાણ, મુકુંદભાઈ પટેલ, જીલ્લા પંચાયતના ઉમેદવાર અફઝલખાન પઠાણ, ઝંખવાવ જીલ્લા પંચાયતના ઉમેદવાર દિનેશભાઇ સુરતી, વાંકલ તા. પં. ના ઉમેદવાર ડૉ. યુવરાજસિંહ સોનારીયા, આંબાવાડી તાલુકા પંચાયતનાં ઉમેદવાર તૃપ્તિબેન શૈલેષભાઇ મૈસુરીયા, બોરસદ – દેગડીયાના ચંદનબેન ગામીત, આંબાવાડીનાં સરપંચ જયેશભાઇ ચૌધરી, કંસાલીનાં સરપંચ અંકિતાબેન ગામીત, વેરાકુઈનાં સરપંચ અશ્વિનભાઇ ગામીત, ભીલવાડાના ઉમેદવાર ભૂમિબેન વસાવા, દીપકભાઈ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં બી.જે.પી. નાં કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના વણાકપોરથી જરસાડ માર્ગ પર દીપડો ફરતો હોવાનો વિડીઓ વાયરલ.

ProudOfGujarat

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં હનુમાન જયંતીની ઉત્સાભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ આંકડો 1018 થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!