Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગ તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, પ્રમુખ લીલાબેન વસાવા અને ઉપપ્રમુખ વંદન વસાવાની વરણી.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા પંચાયતની ચુંટણીનું પરીણામ જાહેર થયા બાદ વધુ રસપ્રદ બની છે, નેત્રંગ તાલુકા પંચાયતની ૧૬ બેઠકમાંથી ભાજપ ૮, બીટીપી ૫ અને કોંગ્રેસ ૩ બેઠક ઉપર વિજયી બની હતી,

ત્રણેય રાજકીય પક્ષોમાંથી એકપણ પક્ષને પૂર્ણ બહુમતી નહીં મળતા સત્તા હાંસલ કરવા ભાજપ-બીટીપી વચ્ચે ખરાખરીનો જંગ ખેલાય રહ્યો છે, જેમાં ભાજપ અને બીટીપી બંને રાજકીય પક્ષોએ નેત્રંગ તા.પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારતા રાજકારણ ગરમાયું હતું.

જેમાં નેત્રંગ તાલુકા પંચાયત કચેરીએ પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે લીલાબેન માનસિંગભાઇ વસાવા અને ઉપપ્રમુખ તરીકે વંદનભાઇ વસાવાની વરણી કરાઈ હતી. સાંસદ મનસુખભાઇ વસાવાનો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોનાનાં વધુ 19 કેસ નોંધાતા કુલ સંખ્યા 1433 થઈ.

ProudOfGujarat

નડિયાદ : જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં MCMC તથા EMMC કમિટીની તાલીમ/બેઠક યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળા ખાતે નાંદોદ તાલુકાનાં HIV પીડિતોને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!