Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર નજીક એસ.ટી બસની અડફેટમાં બાઇક આવતાં સર્જાયેલ અકસ્માતમાં દંપતીનું મોત.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રીના સમયે ભરૂચનાં ઝાડેશ્વર ઓવરબ્રિજ પાસે આવેલ હોટલ ગ્રીનરી સામે એસ.ટી બસ નંબર GJ – 18 – Z – 1616 નાં ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા મોટર સાયકલ નંબર GJ – 16 – AH – 7364 ને અડફેટમાં લેતા ચાલક સહિત મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

એસ.ટી બસની અડફેટે આવેલ બાઇક સવાર મુકેશભાઈ શંકરભાઈ વસાવા ઉં.વ ૩૭ અને રતનબેન મુકેશભાઈ વસાવા ઉં.વ ૩૫ રહે.અંકલેશ્વર ખરોડ નાઓનું ગંભીર ઇજાઓના પગલે કમકમાટીભર્યા મોત નિપજતા તેઓની લાશને પી.એમ અર્થે ખસેડીને એસ.ટી બસનાં ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

હાલોલ ખાતે આવેલ કલરવ સ્કૂલ ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વે ઉજવણી કરાઈ

ProudOfGujarat

માંગરોલ : મોસાલી પ્રાથમિક શાળામાં બાળાઓને ગૌરી વ્રતની પૂર્ણાહુતિ શુભેચ્છા પાઠવવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરના એક વ્યક્તિને જમીન બતાવી રૂ.20 લાખ પડાવી લેનાર ધૂતારા સાધુની અંકલેશ્વર પોલીસે અટકાયત કરી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!