Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં દઢાલ નજીક ગ્રીનસીટી સોસાયટીમાંથી 2 બાઇકોની ઉઠાંતરી થતા ચકચાર.

Share

અંકલેશ્વરમાં તસ્કરો જાણે કે બેફામ બન્યા હોય તેવી સ્થિતીનું સર્જન થયું છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દિન પ્રતિદિન થતા ચોરીઓના બનાવોમાં જ્યાં એક તરફ લોકોની સાથે સાથે પોલીસને દોડતી કરી છે તો બીજી તરફ અવારનવાર ઘટનાઓ પ્રકાશમાં આવતા હજુ પણ થમવાનું નામ ન લેતી હોય તેમ લાગી રહ્યું છે.

અંકલેશ્વરનાં દઢાલ નજીક ગ્રીનસીટી સોસાયટીમાંથી 2 જેટલી બાઇકોની એક સાથે ઉઠાંતરી થતા ચકચાર મચ્યો છે, રાત્રીના સમયે સોસાયટીમાં પાર્ક કરેલ બાઇકોની ઉઠાંતરીનાં પગલે સોસાયટીનાં લોકોએ રાત્રીની નીદ્રા બાદ સવાર પડતા જ દોડતા મૂકી દીધા હતા, સાથે જ સમગ્ર મામલા અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી છે.

Advertisement

મહત્વનું છે કે અંકલેશ્વરમાં વધતાં જતા ચોરીઓનાં બનાવો પોલીસ માટે પણ પડકાર સમાન બન્યા છે, ત્યારે વધુ એક ઘટના સામે આવતા હવે પોલીસની નાઈટ પેટ્રોલીંગ જેવી બાબતો સામે પણ પ્રશ્નો ઉભા થયા છે, ત્યારે વહેલી તકે આ પ્રકારે બફામ બનેલા તસ્કરોને પોલીસ દ્વારા ઝડપી લઇ કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી લોક માંગ ચોરીની ઘટનાઓ બાદથી ઉઠવા પામી છે.


Share

Related posts

Business Idea: આ બિઝનેસથી થઈ શકે છે લાખોની કમાણી, સાંજે ફક્ત 5 કલાક કરવું પડશે કામ

ProudOfGujarat

રસોડાની ‘ગુપ્ત સ્વીચ’ દબાવતા જ દારૂ સંઘરવાનું ભોંયરૂ ખુલતું હતું

ProudOfGujarat

અંકલેશ્વર : નેશનલ હાઈવે નિલેશ ચોકડી નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!