Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરની ધનજીભાઈની ચાલ વિસ્તારના એક મકાનમાં ચોરીની ઘટના, તસ્કરો થયા સીસીટીવી માં કેદ

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર માં આવેલી રામ વાટીકાની સામે ની ધનજીભાઈ ની ચાલ માં ચોરીની ઘટના આવી સામે છે,જેમાં કેટલાક તસ્કરો મકાન તરફ જતા હોય તે પ્રકારે નજરે પડ્યા છે, હાલ સમગ્ર ચોરીની ઘટનામાં ચોરો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે,જે બાદ સોસાયટીના રહીશોએ મકાન માલિકને ઘટના અંગેની જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે,

ઘરમાં ઘુસેલા તસ્કરોએ કેટલા રૂપિયા પર હાથફેરો કર્યો તે માહિતી હજુ અંકબંધ છે,હાલ સ્થાનિકો દ્વારા મામલા અંગે પોલીસને જાણ કરવાની તજવીજ હાથધરી છે,મહ્ત્વ ની બાબત છે કે છેલ્લા ઘણા સમય થી અંકલેશ્વર માં અવારનવાર તસ્કરો ત્રાટકી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે,જેમાં કેટલાક બનાવો માં વાહન ચોરી તો કેટલાક બનાવોમાં મકાન ચોરીના બની રહ્યા છે, તેવામાં તસ્કરો પણ પોલીસ સામે પડકાર ફેંકી રહ્યા હોય તેમ ભરચક વિસ્તારોમાં ચોરીઓને અંજામ આપી રહ્યા છે..

Advertisement

Share

Related posts

ભરૂચ : લૂંટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડતી વાલિયા પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર : પાનોલીની પ્રીમિયર મિનરલ્સ એન્ડ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

ભરૂચ મનરેગા કૌભાંડ : હિરા જોટવા સહિત તમામ ૬ આરોપી સબજેલમાં ધકેલાયાં 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!