Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાનાં કરજણ તાલુકાનાં કલા શરીફ ખાતે ૧૨ મો મુસ્લિમ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે કાર્યરત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલના સંયુક્ત ઉપક્રમે ૧૨ મુસ્લિમ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. હાલ ચાલી રહેલી કોરોના મહામારીને ધ્યાને રાખી સમગ્ર કાર્યક્રમ સરકારની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ સાથે તેમજ કાર્યક્રમમાં હાજરી આપનાર તમામને માસ્ક તેમજ સેનેટાઇઝ કરી પ્રવેશ અપાયો હતો.

સાંસારીક જીવનનો પ્રારંભ કરનાર ૩૫ યુગલોને ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક હજરત મુસ્તાક અલી બાવા સાહેબે તેઓનું જીવન સુખમય અને સફળ નીવડે એ માટે દુઆઓ આપી હતી. સખીદાતાઓ તરફથી ૩૫ યુગલોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ પવિત્ર કુરાન શરીફ ગ્રંથ અર્પણ કરાયા હતા.

કે.પી. હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ૩૫ યુગલોને રૂપિયા ૨,૧૦૦ નો ચેક પણ અર્પણ કરાયો હતો. કરજણ – શિનોર – પોર બેઠકના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળિયા) એ યુગલોને નીકાહના પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા. પ્રમાણપત્ર અર્પણ કરતી વેળા કલા ગ્રામ પંચાયતના તલાટી રેણુકાબેન વસાવા પણ હાજર રહ્યા હતા.

વલણ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય મુબારક પટેલે પણ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમને ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઈ અમદાવાદી, સેક્રેટરી બશીર ભાઈ પટેલ, ખજાનચી રફીક ભાઈ શેખ, આરીફ વોરા, મોઇન શેખ ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલના સદસ્યોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના સમાપન બાદ ક્યારે દુલ્હનોએ સજળ નયનો સાથે વિદાય લીધી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

માંગરોળ જીઇબી આસિસ્ટન્ટ લાઈનમેનની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

ભરૂચ : જીલ્લા પંચાયતની સામેનાં ખુલ્લા પ્લોટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ આક્રમક બન્યું : ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ પંપ ખાતે ધસી જઇ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે 20 થી વધુ કાર્યકરોની ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!