હાલમાં જયારે સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણના કેસોનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે કોવિડ-19 ના કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી અને જેઓના RTPCR રિપોર્ટ પોઝીટીવ હોય તેવા દર્દીઓને જ રેમડેસિવીર ઈન્જેક્શ આપવામાં આવતું હતું પરતું હવે કોરોના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધી રહી છે સાથે રેમડેસિવીર ઈન્જેક્શનની પણ માંગ ઉઠી છે જેના કારણે હવે જે દર્દીઓના રિપોર્ટ HRCT પોઝીટીવ હોય તથા રેપિડ એન્ટિજન પોઝીટીવ (RAT) હોય તેવા દર્દીઓને પણ હવે થી રેમડેસિવીર ઈન્જેક્શન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારે નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 ના પંચમહાલ જિલ્લા સહિત ગોધરાના દર્દીઓને રેમડેસિવીર ઈન્જેક્શન મેળવવા માટે હાલાકી ભોગવવી પડતી હતી જેથી ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીએ પંચમહાલ જિલ્લાના નાગરિકો વતી ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને રજૂઆત કરી હતી ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી અને કોરોના સંક્રમણના કેસો ધ્યાનમાં લઈ દર્દીઓને રેમડેસિવીર ઈન્જેક્શન મેળવવા માટે તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા હવે ગોધરામાં આવેલ સિવિલ હોસ્પિટલમાથી રેમડેસિવીર ઈન્જેક્શન મળી રહેશે.
પંચમહાલ રાજુ સોલંકી