Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મુક્તિનગર વિસ્તારમાં થયેલ ત્રીસ લાખથી વધુની મત્તાની ઘરફોડ ચોરીના મામલે બે આરોપીઓની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી.

Share

ભરૂચ જિલ્લાના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચનાના આધારે ક્રાઇમ બ્રાંચના કર્મીઓ ઘરફોડ ચોરીના ગુના અટકાવવા બાબતે અનડિટેક ગુન્હા ઓ બાબતે ઝીણવટભરી તપાસ હાથધરી હતી, જે બાદ પોલીસ વિભાગ દ્વારા સીસીટીવી ફૂટેજની મદદથી શકમંદ ઈસમો તેમજ અમુક શકમંદ વાહનો દેખાયેલ જેથી આ શકમંદ ઈસમો તથા વાહનો સુધી પહોંચવા પોલીસ વિભાગ ની ટીમો સક્રિય થઇ હતી.

ક્રાઇમ બ્રાંચની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન શકમંદ ઈસમ એક્ટિવા ઉપર ભરૂચ શહેરમાં દેખાયેલ છે અને હાલ તુલસીધામથી દહેજ બાયપાસ રોડ તરફ જાય છે, જેથી ક્રાઇમ બ્રાંચની ટિમે વોચ ગોઠવી આરતી એપાર્ટમેન્ટ પાસે એક આરોપીને એક્ટિવા સાથે રોકી લઇ તેની પાસેની એક્ટિવાની ડીકીમાં તપાસ કરતા કિંમતી સોના-ચાંદીના દાગીના મુકવાના જવેલર્સના માર્કવાળા શંકાસ્પદ પાકીટ તથા પાઉચ મળી આવતા તેને આ બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી આરોપી ઉપર પ્રબર શંકા જતા તેની કડકાઇપૂર્વક પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને છેલ્લા આઠેક મહિનાથી ભરૂચ જિલ્લામાં ઘરફોડ ચોરીમાં સક્રિય થયેલ હોવાની જણાવી આજથી છ સાત દિવસ અગાઉ શક્તિનાથ નજીક આવેલ એક સોસાયટીમાં બંધ મકાનમાંથી મળી કુલ-૦૬ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

ઝડપાયેલ આરોપીએ અંકલેશ્વરના બોરભાઠા ગામેથી તથા ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી નજીકથી નર્મદા નગર નજીકથી, ચાવજ જતા રોડ ઉપર આવેલ એક સોસાયટીમાંથી, ઝાડેશ્વર રોડ ઉપર આવેલ એક સોસાયટીમાંથી મળી કુલ ૦૬ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી તેમજ ચોરીમાં ગયેલ સોના ચાંદીના કિંમતી દાગીના તુલસીધામ નજીક આવેલ માં શક્તિ જવેલર્સ નામની સોનાની દુકાનમાં વેચાણ લેનાર સોનીને ઝડપી પાડતા મુક્તિનગર વિસ્તારમાં થયેલ ચોરીના દાગીના મળી આવતા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

ક્રાઇમ બ્રાંચે મામલે આરોપી મનસુખભાઈ બાબુભાઇ કલાણી રહે.બોરસદ આણંદ તેમજ જગદીશકુમાર હસ્તીમલ સોની રહે.સહજાનંદ કોમ્પ્લેક્ષ તુલસીધામ ભરૂચ નાઓને ઝડપી પાડી બંને ઈસમો પાસેથી સોના ચાંદીના ઘરેણાં સહિત કુલ ૮,૪૯,૫૭૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેઓના સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોનો આપઘાતનો પ્રયાસ, 3 ના મોત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના બોરીપીઠા ગામની સીમમાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે ધિરાણ સુગમતા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!