સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબુમાં લેવા માટે ગાયત્રી પરિવાર સંગઠન દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગોધરા શહેરના ગાયત્રી શક્તિપીઠ શુક્લ સોસાયટી ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરી શહેરીજનોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. કોરોના સંક્રમણમાં એકાએક ઉછાળો આવતા શહેરમાં કોરોના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થયો છે. જેને અનુલક્ષીને ગાયત્રી પરિવાર સંગઠન દ્વારા શહેરમાં કોરોના સંક્રમણ ફેલાતો અટકાવવા માટે પાંચ દિવસથી ગાયત્રી શક્તિપીઠ શુક્લ સોસાયટી ખાતે વિનામૂલ્યે આયુર્વેદ ઉકાળા વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારોમાંથી આવતા લોકોએ આ આયુર્વેદિક ઉકાળાનું સેવન કર્યું હતું. ગાયત્રી પરિવાર ગોધરાના કાશીભાઈ પટેલ, શિવનદાસ કલવાણી ઈન્દુભાઈ પરમાર, ભીખાભાઇ પટેલ, રોહિતભાઈ પાઠક અમૃતભાઈ પરમાર, તરુણભાઈ શર્મા, અન્નપૂર્ણા ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પી મહેતા તથા અન્નપૂર્ણા ટ્રસ્ટમાં સેવા આપતા વરીયાસાહેબ તથા ભાવેશભાઈ મંજાણી, સહિત સેવાઓ આજે આપી હતી. રસ્તા ઉપર આવતા જતા તથા સોસાયટીના રહીશો અને દર્શનાર્થીઓએ આ સેવાનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. જે ખરેખર વર્તમાન સમય માટે ખુબ જ આનંદની વાત છે. આવતીકાલે સવારે ૭ થી ૮ ગાયત્રી શક્તિપીઠ શુક્લ સોસાયટી ગોધરા ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ચાલુ રહેશે જરૂર ગોધરા શહેરના તમામ નગરજનોનો આયુર્વેદિક ઉકાળાનો લાભ લે તે માટે ગાયત્રી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી