Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડીનું બજાર શનિવાર અને રવિવારે પણ રાબેતા મુજબ ચાલુ રહેશે.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગા‌મે બજારો શનિવાર તેમજ રવિવારના દિવસોએ રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજપારડીના ક‍ાર્યકારી સરપંચ પી.સી.પટેલે એક નિવેદનમાં આ મુજબ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે શનિવાર તેમજ રવિવારના રોજ રાજપારડીનું બજાર બંધ રહેશે એવી અફવાઓ ચર્ચામાં આવી હતી, ત્યારે પી.સી.પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે રાજપારડી બજાર શનિ રવિના દિવસો દરમિયાન પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. વધુમાં જણાવાયા અનુસાર નાનામોટા વેપારીઓ, લારી ગલ્લાવાળા તેમજ બજારમાં આવતા ગ્રાહકોએ કોવિડ ગાઇડ લાઇનને લગતા નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ પર દંડનીય ક‍ાર્યવાહી કરવામાં આવશે. વારંવાર ધંધા બંધ રહેતા નાના ધંધાર્થીઓના રોજગાર પર અસર પડતી હોય છે. તેથી નાનામોટા વેપારીઓ સંક્રમણ ફેલાય નહિ તે મુજબ જરૂરી નિયમોનું પાલન કરીને પોતાના ધંધા ચાલુ રાખી શકશે, એમ ગ્રામ પંચાયત દ્વારા વધુમાં જણાવાયુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

તુ અમારો વિડીયો કેમ ઉતારે છે કહીં યુવાન પર 3 જણાનો હૂમલો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2632 થઈ

ProudOfGujarat

સુરત : મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફરી એક વખત સપાટો બોલાવ્યો છે. ફાયર સેફ્ટીના આભાવના કારણે શહેરની બે હોસ્પિટલ સહિત નર્સરી સ્કૂલ અને એક ટ્રેડ હાઉસને સીલ કર્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!