Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાનાં મોટા આંબા ગામે લગ્ન પ્રસંગે બોલાચાલી, મારામારીનો બનાવ બન્યો.

Share

– લોખંડની નાની પરાઈ વડે જીવલેણ હુમલામાં બે ને ગંભીર ઇજા, ત્રણ ઈસમો સામે ફરિયાદ.

રાજપીપળા : નાંદોદ તાલુકાના મોટા આંબા ગામે લગ્ન પ્રસંગે બોલાચાલી અને મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં લોખંડની નાની પરાઈ વડે જીવલેણ હુમલામાં બે ને ગંભીર ઈજા થતા રાજપીપળા પોલીસ મથકે ત્રણ ઈસમો સામે ફરિયાદ થઈ છે. જેમાં ફરિયાદી નગીનભાઈ જેઠાભાઈ તડવી (રહે, મોટા આંબા) એ આરોપી કમલેશભાઈ સુમનભાઈ તડવી, દિલીપભાઈ સુમનભાઈ તડવી, મનીષભાઈ સુમનભાઈ તડવી ત્રણેય (રહે,મોટા આંબા) સામે ફરિયાદ કરી છે.

Advertisement

ફરિયાદની વિગત મુજબ ફરિયાદી નગીનભાઈનો છોકરો નરેશભાઈ ગામમાં લગ્ન હોય લગ્નમાં જઈ પરત પોતાના ઘરે આવતો હતો તે વખતે રસ્તામાં આરોપી કમલેશભાઈ નરેશભાઈને ગમે તેમ ગાળો બોલતા નરેશભાઈએ ગાળો બોલવાની ના પાડી ત્યારે કમલેશભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ ઝપાઝપી કરવા લાગેલા જેથી નરેશભાઈ ત્યાંથી ભાગીને પોતાના ઘરે જઈને નગીનભાઈને આ બનાવ બાબતે જાણ કરેલ. તે વખતે કમલેશભાઈ, દિલીપભાઈ, મનીષભાઈના નગીનભાઈના ઘર આંગણે આવી નરેશભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગેલા. જેથી નગીનભાઈ વચ્ચે પડતા કમલેશભાઈએ પોતાના હાથમાંની લોખંડની નાની પરાઇનો સપાટો નગીનભાઈના ડાબા હાથે કોણીના ઉપરના ભાગે મારી તથા નરેશભાઈને ડાબા હાથની હથેળીના ભાગે ઇજાઓ કરેલ જેમાં એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

અંકલેશ્વર નર્મદા કાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૧૧ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૭૨૧ એ પહોંચ્યો.

ProudOfGujarat

ભરૂચ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી આઇ.ટી.આઇ. માં કન્વોકેશન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!