Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં કોરોનામાં પણ પૂર બહારમાં ખીલી ઉઠેલી ટીમરૂ પાનની સિઝન.

Share

હાલ નર્મદા જિલ્લામાં લગ્નની સીઝન અને ટીમરુપાનની સીઝન શરૂ થઇ છે .ટીમરુનાં પાન આદિવાસીઓ માટે 
રોજગારીનુ સાધન
 ગણાય છે .એક મહિનાની આખી સીઝનમાથી ટીમરૂપાનની આવક થીઆદિવાસીઓ ઘરના લગ્ન ઉકેલી નાંખે છે.

આ અંગે ફોરેસ્ટરાજપીપલા વન વિકાસ નિગમ ડિવિઝન ના ફોરેસ્ટ એક્સપર્ટ અને પૂર્વ મેનેજર એસ પી નવરે એ માહિતી આપતા જણાવ્યું છે કે હાલ નર્મદાજિલ્લા ના 13 જેટલા ફળ સેન્ટરો પર ટીમરુનાં પાનનું એકત્રીકરણ 
ચાલી રહ્યુ છે .જેમાં અભ્યારણ્ય વિસ્તાર ના 6 કેન્દ્રો ડુમખલ, પીપલોદ, મોરજડી, ફુલસર, જુનવદ, ઝરવાણી આ કેન્દ્રો મા પ્રવેશની મનાઈ હોવાથી
નિગમ દ્વારા ખાતાકીય કામગીરી કરી ખરીદ કરી ખાનગી વેપરીઓને આપી દેતા ચાલુ સીઝન મા 31લાખની આદિવાસીઓએ ચાલુ સીઝનમા રોજગારી મેળવી છે. અહીં નર્મદાના 300 કુટુંબોને એપ્રિલ મેં મા રોજગારી મળી છે.

જયારે અન્ય 7કેન્દ્રો સાગબારા, ગંગાપુરા, ડેડીયાપાડા, રાજપીપલા, આમલેથા, અને ગોરાના જન્ગલમાં વેપારીઓ ને હરાજી દ્વારા ટેન્ડર થી માલ વેચી દેવામાં આવ્યો છે. જેમા ચાલુ સીઝન મા 500કુટુંબોનેરોજગારી મળી છે તેનાથી આદિવાસીઓ ને 50લાખની આવક થઈ છે. આમ ચાલુ સીઝન મા નર્મદા ના આદિવાસીઓને 81લાખની800કુટુંબો ને આવક થઈ છે.
હાલ કોરોના લોક ડાઉન મા જયારે લોકોના રોજગાર ધંધા આવક બંધ થઈ ગઈ છે ત્યારે એક માત્ર ટીમરુપાન ની આવક આદિવાસીઓ માટે પૂરક રોજગારીનો વિકલ્પ બન્યા છે.
રાજપીપળા : જયારે ઇનચાર્જ મેનેજર ડી આર ભટ્ટ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ રાજપીપળાએ જણાવ્યું હતું કે નર્મદા જીલ્લો આદિવાસી વિસ્તાર ગણાય છે.જેમા મે માસમા ટીમરુનાં પાનની સીઝન ગણાય છે,હાલ આદિવાસીઓ વહેલી સવારે જંગલમાંથી ટીમરુનાં પાન તોડીને ઘરે લાવે છે.પછી આખો પરિવાર આખો દીવસ ભેગા થઇને આદિવાસી પરિવાર 50- -50 પાનની જૂડી બનાવે છે,સાંજે ટીમરુપાનના પોટલામાં મૂકીને નિયત કરેલા ફલ સેન્ટર પર વહેંચવા પહોચી જાય છે.ગુજરાત રાજ્ય વન વિકાસ નિ ગમ દ્વારા ચાલુ સાલે  100 સ્ટાન્ડર્ડ પુળાના 130  રૂ.ભાવ નક્કી કર્યો છે.ગત વર્ષે 110 હતો.

Advertisement

બે વર્ષથી કોરોનામા લોકોના રોજગાર ધંધા અને આવક બંધ થઈ છે ત્યારે આદિવાસીઓ માટે ટીમરૂ પાનની આવક ઉપયોગી થઈ પડી છે આજે તેમને સારો ભાવ મળી રહ્યો છે. આદિવાસીઓ વૈશાખની આખી સીઝનમા રોકડા કમાવીને સારી એવી આવક મેળવીને ઘરના લગ્નનો ખર્ચ ઉકેલી નાંખે છે,ઉપરાંત ઘર ખર્ચ ,બાળકોના શિક્ષણનો ખર્ચ પણ કાઢી નાંખે છે. રોકડા નાણા સ્થળ પર જ ચૂકવી દેતા હોવાથી આદિવાસીઓ માટે કોરોનામા રોજગારીના નવા દ્વાર ખુલી જતા આદિવાસીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. 

જેમાં એપ્રિલ-મે માસ માં 81 લાખનું ચુકવણું રાજપીપળા વન વિકાસ નિગમ અને આદિવાસીઓ પાસેથી ટીમરૂનાપાન ખરીદીને રોકડાના સ્થળ પર હોવાનું જણાવ્યું હતું.
વધુમાં એસપી નવરેએ જણાવ્યું હતું કે દર વર્ષે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અન્ય રાજ્યોમાંથી ટીંમરુપાન ખરીદવા મોટા વેપારીઓ આવતા હતા પણ આ વખતે કોરોના કારણે ગુજરાતમાં પ્રવેશવાની પરવાનગી ન મળતા ગુજરાતમાં સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી શરૂ કરાઇ છે. જેમાં નડિયાદ,  ગોધરાના વેપારીઓ આવી ને માલ લઈ ગયા હતા.નર્મદાના ટીમરૂપાન સારી ગુણવત્તાવાળા અને મોટાં પાન હોવાથી નર્મદાના ટીમરુપાનની ભારે માંગ રહે છે.
આજે પણ ટીમરુનાં પાનમાથી ધમધમતો બીડી ઉધ્યોગ કરોડોનુ ટર્ન ઓવર કરી રહ્યો છે

જ્યોતિ  જગતાપ, રાજપીપળા


Share

Related posts

બાલ્દા મુખ્ય શાળા ખાતે બારડોલી ટીચર્સ કૉ.ઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું

ProudOfGujarat

માંગરોલ તાલુકાનાં નાંદોલા ગામની યુવતીની સગાઈ થયાં બાદ ત્રણ માસ સાસરીમાં રહ્યા પછી પોતાના માતા-પિતાનાં ઘરે ભાવિ પતિ સાથે આવેલી યુવતી રાત્રિ દરમિયાન પોતાના પ્રેમી સાથે ભાગી જતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભગવાન શાલીગ્રામ અને તુલસીનો વિવાહ પ્રસંગ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!