Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોરોના રસીનો બીજો ડોઝ લેવાની સમય મર્યાદા 42 દિવસ કરાઇ.

Share

હાલ સમગ્ર દેશમાં કોરોનાએ દહેશત મચાવી રહ્યું છે ત્યારે કોરોના સામે જનજાગૃતિ લાવવા માટે ઘણી ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી છે. કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સીનેશન થવું ખુબ જ જરૂરી છે. સરકારની ગાઇડલાઇન મુજબ બંને વેક્સીનેશન વચ્ચેનો સમયગાળો 42 થી 45 દિવસનો છે.
હાલની પરિસ્થિતિ મુજબ બીજા ડોઝની વેક્સીન મર્યાદિત જથ્થામાં હોવાને કારણે હાલ વેક્સીનેશનને સ્થગિત રાખવામાં આવ્યું છે જેને પગલે લોકોને ધક્કા ખાવા પડે છે. આ સિસ્ટમ કોવિશિલ્ડ વેક્સિન માટે લાગુ રહેશે. હવે પશ્નએ છે કે જેને પહેલો ડોઝ લીધો તેમના માટે વ્યવસ્થા શું ? જે વ્યક્તિએ 1 મહિના પહેલા જ પહેલો ડોઝ લીધો તેમનુ શું થશે ? વેક્સીનેશનની અસર ઓછી થશે તો તેની આડઅસર શું થશે ? સરકાર દ્વારા બીજા ડોઝ અંગે વિજ્ઞાપન સારુ કરતા રહે છે પણ હોસ્પિટલોમાં જતા જ ડોઝની અછત સર્જાતા લોકોએ ધક્કા ખાવા પડે છે જેનું અપડેટ આરોગ્ય સેતુ એપ દ્વારા આપવામાં આવી છે હવે લોકોને કોરોના રસીનો બીજો ડોઝ ફરજીયાત 6 અઠવાડિયા પછી મળશે. જેથી સરકાર સામે દરેક નાગરિકનો બેદરકારીનો પ્રશ્ન ઉભો થાય છે. જો પહેલા ડોઝ લીધા બાદ બીજો ડોઝ ન લેતા કોરોના સંક્રમણ વધશે તો શું સરકાર જવાબદારી લેશે ?

Advertisement

Share

Related posts

હાલોલ : પાવાગઢ મંદિરે ૫૦૦ વર્ષ પછી ધજા ચઢાવાઈ, પી.એમ મોદી રહ્યા હાજર.

ProudOfGujarat

ભરૂચ બાહુબલી ગ્રુપ દ્વારા વિધવા મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

લીંબડી નગરપાલિકા ખાતે 8 માં તબ્બકાનો બીજો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!