Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે અખાત્રીજનાં દિવસે ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર : નર્મદા ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું.

Share

રાજપીપલા : આજે અખાત્રીજના સપરમાં દિવસે ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આજે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવામા આવી રહ્યુ છે. ખેતી માટે આજથી 30 જૂન સુધી તબક્કાવાર કેનલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા ડેમની જળસપાટી આજે 123.95 મીટર નોંધાઇ હતી. પ્રથમ દિવસે 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે.હાલ ડેમમાં 2 હજાર MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને ઉનાળામાં
પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટે આગામી
૩૦ મી જૂન સુધી નર્મદાના નીર સમગ્ર ગુજરાતના લોકોને
આપવાનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધો છે.
આ માટે નર્મદાની કેનાલ, ફતેવાડી કે નાલ, સુજલામ સુફલામના નેટવર્ક, ખારીકટ કેનાલ અને સૌની યોજનાના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. આગામી ત્રીસમી જૂન
સુધી પાણીનો સપ્લાય કેનાલ નેટવર્ક મારફતે ચાલુ રાખવાની
જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે ૧૩ મી મે ની સ્થિતિએ
ગુજરાતની જીવાદોરી ગણાતી નર્માદાની સપાટી ૧૨૩.૩૮
મીટ૨ પર છે. આ પાણી ૨ાજયના નાગરિકોને ઊનાળામાં પીવાનું પાણી પૂરું પાડવા માટે અને ખેડૂતોને ખેતી માટે પૂરું પાડવા માટે ઉપયોગમાં લેવાશે. પાણીનો યોગ્ય વપરાશ થાય તે માટે સમયબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે.બીજા શબ્દોમાં કહીએ તો દરેક એરિયામાં નિશ્ચિત સમયગાળામાં સપ્લાય મળશે
તેવું આયોજન કરાયું છે. રાજયના જ વિસ્તારોમાં પાણીની
જરૂર હશે તે વિસ્તારમાં ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવશે. તેનાથી ખેડૂતોને ખાસ્સો લાભ થશે. જોકે આગામી પંદરમી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસી જવાની સંભાવના હોવાથી આ વર્ષે પાણીની બહુ મોટી તકલીફ પડવાની સંભાવના ઓછી જણાય છે. નીતિન પટેલે ઉમેર્યું કે, ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોની પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદા કેનાલ દ્વારા નર્મદાના નીર થકી ખેડૂતો અને પશુપાલકો માટે પાણી પૂરું પાડવાના આશયથી નર્મદા કેનાલ, સુજલામ સુફલામ,ફતેવાડી, ખારી કટ તથા સૌની યોજનામાં સિંચાઇ વિભાગની જરૂરિયાત પ્રમાણે નર્મદા યોજનાનું પાણી આપવામાં આવશે. સિંચાઇ વિભાગ દ્વારા આ પાણી સુજલામ સુફલામઅને સૌની યોજના દ્વારા રાજ્યભરમાં જરૂર હશે ત્યાં આપવામાં આવશે જેનો લાખો ખેડૂતો તથા પશુપાલકોને લાભ થશે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

મહીસાગરઃ દેગમડા તીર્થધામ પાસે મહી નદીમાં વીરપુરના 2 યુવાન મહી નદીમાં સેલ્ફી લેતા જતાં ડૂબ્યા હતા.

ProudOfGujarat

નારેશ્વર ખાતે નર્મદા નદીનાં કાંઠે પગથિયાં પર મુકવામાં આવેલી રંગ અવધૂત મહારાજની પ્રતિમાને અજાણ્યા ઈસમોએ ખંડિત કરતાં ચકચાર. 

ProudOfGujarat

સુરત : ભારે વરસાદના પાણીમાં 50 મુસાફરો ભરેલી બસ ફસાઇ : ટ્રેક્ટરની મદદથી લોકોનું કર્યું દિલધડક ઓપરેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!