Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતનાં માધ્યમિક શિક્ષણ બોર્ડ માજી સભ્ય પ્રવીણ કાછડીયાએ શિક્ષણ મંત્રીને પત્ર લખી રજુઆત કરી…જાણો શું ?

Share

ગઈકાલના રોજ રાજ્ય સરકાર દ્વારા ખુબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે નિર્ણય લગભગ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓના હિતમાં હતો. ધો.10 ના વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી એસ.એસ.સી. ની પરીક્ષામાં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેને લઈને ગુજરાતના માધ્યમિક શિક્ષણ બોર્ડના માજી સભ્ય પ્રવીણ કાછડીયાની શિક્ષણમંત્રીને કેટલીક રજુઆત કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે પરીક્ષા અંગે લેવામાં આવેલ ફી દ્વારા હવે કોઈ ખર્ચ થવાનો નથી જેથી 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવેલી પરીક્ષા ફી વિદ્યાર્થીઓને પરત મળવી જોઈએ કારણ કે ગરીબ બાળકોના માતાપિતા પોતાનું બાળક આ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પરીક્ષા આપી શકે તે માટે જેમતેમ મહેનત કરીને ફી ભરતા હોય છે જો ફી પરત મળી જાય તો વાલીઓને રાહત રહેશે.

અન્ય રજુઆતમાં તેમને જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ રીપીટર છે શું તેમની પરીક્ષા લેવામાં આવશે તો તેમને કોરોના થશે નહીં ?તેમને બંનને યોગ્ય ન્યાય મળે તે માટે માનનીય શિક્ષણમંત્રીને પત્ર લખી રજુઆત કરી હતી.

Advertisement

Share

Related posts

ઇંગ્લીશ દારૂ તથા બીયર બોટલ તથા ટીન મળી કુલ ૪૫૦૦૦/- નો મુદ્દામાલ શોધી કાઢતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

ભરૂચમાં રેમડીસીવીર ઇન્જેકશન ઉપલબ્ધ કરાવવા માટે સંદીપ માંગરોલાએ પત્ર લખી રજૂઆત કરી.

ProudOfGujarat

સુરતમાં થિયેટરમાં ઘુસી હિન્દુ સંગઠનોએ ફિલ્મ ‘પઠાણ’ના પોસ્ટર ફાડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!