Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : કપલસાડી નજીક ટ્રક પલ્ટી મારતા ચાલકનું સ્થળ પર કરુણ મોત..

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામ નજીક એક ટ્રક પલ્ટી મારતા તેનો ચાલક ગંભીર રીતે ઘવાતા તેનું સ્થળ પરજ કરુણ મોત થયુ હતુ.ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ આજે રાતના એક વાગ્યાના અરસામાં ટ્ક લઇને જતા સોમાભાઇ લકડીયાભાઇ વસાવા ઉ.વર્ષ ૪૫ રહે.ગામ માલીપીપર તા.ઝઘડીયા જિ.ભરૂચનાએ કપલસાડી ગામ નજીક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી મારી ગઇ હતી.
આ અકસ્માતમાં ટ્રક ચાલક સોમાભાઇ વસાવા માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર રીતે ઘવાતા તેનું સ્થળ પરજ કરુણ મોત થયુ હતુ. મૃતકના પુત્ર હિતેશભાઇ સોમાભાઇ વસાવા રહે.ગામ માલીપીપર તા.ઝઘડીયા એ આ અંગે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી, રાજપારડી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકા પોલીસે જુગારના ગુનામાં નાસ્તા ફરતા બે જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

અંકિત તિવારીએ ગાયેલું લેટેસ્ટ ગીત “જાનિયા”માં નવનીત મલિક તેના અદ્ભુત અભિનયથી દર્શકોના દિલ જીતી રહ્યો છે.

ProudOfGujarat

સરકારી કન્યા શાળાની વિધ્યાર્થિનીઓને મફત સ્વેટર વિતરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!