Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા: સાગબારાના ચોપડવાવ અને કાંકડીઆંબા ડેમ ઓવરફલોની પરિસ્થિતિ ઉભી થયે જિલ્લાના ૧૫ જેટલા ગામો અસરગ્રસ્ત..

Share

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચોપડવાવ અને કાંકડીઆંબા ડેમ સંપૂર્ણ ભરાઇ જવાથી ઓવરફલોની પરિસ્થિતિ ઉભી થયે જિલ્લાના ૧૫ જેટલા ગામો અસરગ્રસ્ત થતાં હોય છે. આ બન્ને ડેમની કામગીરીનું નિયંત્રણ અને સુપરવિઝન તાપી જિલ્લાના અધિકારીઓ દ્રારા થતુ હોય છે, ત્યારે ઉપરોકત ડેમોમાં જયારે પાણીની આવક વધે ત્યારે ઉપરોકત ડેમની કામગીરી સાથે સંકળાયેલા મદદનીશ ઇજનેર / નાયબ કાર્યપાલક ઇજનેર / કાર્યપાલક ઇજનેર સાથે યોગ્ય સંકલન સાધવાની જરૂરીયાતને લક્ષમાં લેવાની સાથોસાથ નર્મદા જિલ્લાના અસરગ્રસ્ત ગામો માટે સાવચેતીના જરૂરી પગલાં લઇ શકાય તે અંગેની જરૂરી સંકલન કામગીરી અને જવાબદારી નિભાવવા માટે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે રાજપીપલાના સિંચાઇ યોજના વિભાગ નં.૪ ના કાર્યપાલક ઇજનેર એસ.એમ.પટેલ (મો.નં. ૯૯૭૯૫ ૫૮૫૮૬) ની નિમણૂંકનો હુકમ કર્યો છે અને ઉકત બન્ને ડેમોની કામગીરી બાબતે તાપી-નર્મદા જિલ્લાના અધિકારીઓ સાથે જરૂરી સંકલન સાધવા ઉપરાંત અગત્યની અન્ય બાબતો પણ તાત્કાલિક જિલ્લા કલેકટર નર્મદાના ધ્યાન ઉપર મુકવા પટેલને સૂચના અપાઇ છે

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા દ્વારા ખેડુત શિબિર યોજાઈ.

ProudOfGujarat

અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત બાદ પિતાએ દિકરાનો કર્યો બચાવ

ProudOfGujarat

ઝઘડિયાનાં જામોલી ગામે ખેતર ખેડવા બાબતે દિયરે ભાભીને માર મારતાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!