Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોરોનાકાળમાં રિક્ષાચાલકો દ્વારા નિઃશુલ્ક સેવાના પ્રારંભને 1 મહીનો પૂર્ણ : 10 રિક્ષા ચાલકોનું જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન દ્વારા સન્માન કરાયુ.

Share

ભરૂચ શહેરના વિસ્તારોમાંથી ૧૦ ઓટોરિક્ષા ચાલકો દ્વારા કોવિડ દર્દીઓને તેમજ અન્ય દર્દીઓને રહેઠાણથી દવાખાને નિઃશુલ્ક લાવવા લઇ જવાની સેવાનો સફળતાપૂર્વક એક મહિનો પૂરો કર્યો હોય, જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન, ભરૂચ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન રોડ ઉપર તમામ ૧૦ ઓટોરિક્ષા ચાલકોનું સન્માન કરવામાં આવ્યું.

ભરૂચ શહેરના વિસ્તારોમાંથી ૧૦ ઓટોરિક્ષા ચાલકો દ્વારા કોવિડ દર્દીઓને તેમજ અન્ય દર્દીઓને રહેઠાણથી દવાખાને નિઃશુલ્ક લાવવા લઇ જવાની સેવાનો સફળતાપૂર્વક એક મહિનો પૂરો કર્યો હોય, જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન, ભરૂચ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન રોડ ઉપર તમામ ૧૦ ઓટોરિક્ષા ચાલકોનું માન સન્માન કરવામાં આવ્યું. કોરોના મહામારીમાં દર્દીઓને ઘરેથી દવાખાને અને દવાખાનેથી રહેઠાણ સુધી લાવવા લઈ જવા ૧૦ ઓટોરિક્ષા દ્વારા નિઃશુલ્ક સેવાનો પ્રારંભ કર્યો હતો.

એક મહિના પહેલાં શરૂ કરેલ સેવાને સારો પ્રતિસાદ મળ્યો હતો. એક મહિનામાં ૮૦ થી વધુ દર્દીઓને નિઃશુલ્ક લાવવા લઈ જવા સેવા આપવામાં આવી છે. જયભારત ઓટોરિક્ષા એસોસિએશન ભરૂચ દ્વારા તમામ ૧૦ ઓટોરિક્ષા ચાલકોને કરેલ સેવા બદલ સન્માન આપવામાં આવ્યું હતુ. જેમાં પુષ્પગુચ્છ અને ગિફ્ટ આપી તેમને સન્માન આપી આવનાર સમયે આ સેવા અવિરત ચાલુ રહેશે તેવુ જણાવવામા આવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

19 વરસે પૂન: નવસારીની મોટી સમસ્યા ‘પાણી’

ProudOfGujarat

બ્રિટનના વૈજ્ઞાનિકોએ બનાવ્યું કોરોના એલાર્મ : ગણતરીની મીનિટોમાં સંક્રમિતોની ઓળખ કરી શકાશે.

ProudOfGujarat

પ્રથમ વખત ગુજરાત ટાઇટન થ્રેશ રાજસ્થાન રોયલ્સે 2 વિકેટ ખરીદ્યા પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટાટા આઇપીએલ ટ્રોફી 205 જીતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!