Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળના ઝંખવાવ ગામે એલોપેથિક સારવારની ડિગ્રી વિના દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો ડોક્ટર ઝડપાયો.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે એલોપેથિક સારવાર આપવાની કોઇ ડિગ્રી નહીં ધરાવતા ડોક્ટરે એલોપેથિક સારવાર આપી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસે સંયુક્ત દરોડો પાડી ડોક્ટરને એલોપેથિક દવાના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.

ઝંખવાવ ગામના બજારમાં હોમિયોપેથીક ડી.એચ.એમ.એસ ની ડીગ્રી ધરાવતા ડોક્ટર પ્રકાશ સુદામપાટીલ પોતાનું દવાખાનુ ચલાવે છે. તેઓ પાસે એલોપેથિક સારવારની કોઈ ડીગ્રી નહીં હોવા છતાં બિનઅધિકૃત રીતે એલોપેથિક સારવાર કરી દર્દીના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાની ફરિયાદ સ્થાનિક નાગરિક દ્વારા તાલુકા જિલ્લાથી લઇ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સુધી કરવામાં આવી હતી. જેથી ઉચ્ચ અધિકારીઓના આદેશને પગલે મેડિકલ ઓફિસર જૈમિનીબેન જગતસિંહ વસાવાના નેજા હેઠળ આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે ઉપરોક્ત ડોક્ટરના દવાખાને સંયુક્ત રેડ કરી હતી.આ સમયે કંમ્પાઉન્ડર ધર્મેશભાઈ જોગીભાઈ ચૌધરી હાજર હતો. તેની પણ પૂછપરછ કરવામાં આવતા તેણે પોતે દર્દીઓને લાઈનમાં બેસાડી દેખરેખ રાખતા હોવાનું જણાવ્યું હતું. દવાખાનામાં ડોક્ટર પ્રકાશભાઈ સુદામભાઈ પાટીલ મળી આવતા તેમની ડિગ્રી બાબતે જઈ ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેમણે હોમિયોપેથીક ડી.એચ.એમ.એસ ની ડીગ્રીનું સર્ટીફીકેટ બતાવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરને સાથે રાખી તેમના દવાખાનામાં તપાસ કરતા એલોપેથિક દવાની બોટલો ટેબલેટ ઇન્જેક્શનો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. જેથી એલોપેથિક દવાથી ગેરકાયદેસર રીતે તેઓ દર્દીઓની સારવાર કરી રહ્યા હોવાનું ફલિત થયું હતું. દવાનો મોટો જથ્થો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. ડોક્ટર પ્રકાશ પાટીલ ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એક્ટ ૧૯૬૩ ની જોગવાઈનો ભંગ કરી દર્દીના આરોગ્ય સાથે ચેડા કરતા પકડાઈ ગયા હોવાથી તેમના વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એક્ટ ની કલમ 35 હેઠળ મેડિકલ ઓફિસર જૈમિનીબેન જગતસિંહ વસાવાએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ડોક્ટર પ્રકાશ પાટીલ ની ધરપકડ કરી હતી.

Advertisement

વિનોદ મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે ટીબી પેશન્ટ પ્રોવાઇડર એન્ડ કોમ્યુનીટી મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ:ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રષ્ટિ વિહોણા બાળકોને સરકારી લાભ આપવા બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત કંપાઉન્ડમાં જિલ્લા પંચાયતના રેકોર્ડ રૂમનું ખાત મુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!