Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ – નર્મદા નદીમાં ન્હાવા પડેલ યુવાનનું મોત, ઝઘડિયાનાં નાના વાસણા ગામ ખાતેની ઘટના.

Share

ઝઘડીયા તાલુકાના નાના વાસણા ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલા યુવાનનું ડુબી જવાના કારણે મોત થયું હતું. ગરમીથી રાહત મેળવવા યુવાન નદીએ ન્હાવા ગયો હતો જયાં તેને મોત મળી ગયું હતું.

ઝઘડીયા તાલુકાના નાના વાસણા ગામમાં રહેતા રોહિત માછીનો 18 વર્ષીય પુત્ર હિતેશ ગરમીથી રાહત મેળવવા માટે ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા માટે ગયો હતો. પાણીમાં ન્હાતી વેળા તેને ઉંડાઇનો ખ્યાલ ન રહેતાં તે ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. નદીમાં માછીમારી કરી રહેલાં માછીમારોએ યુવાનને ડુબતો જોઇ તેમની બોટ લઇ ત્યાં પહોંચી ગયાં હતાં પણ હિતેશને બચાવી શકાયો ન હતો.

ઘટનાની જાણ થતાં નદી કિનારે લોકોના ટોળા ભેગા થઇ ગયાં હતાં. સ્થાનિક માછીમારો અને તરવૈયાઓએ બે કલાકની જહેમત બાદ હિતેશના મૃતદેહને નદીમાંથી શોધી કાઢયો હતો. મૃતક હિતેશ એકનો એક પુત્ર હોવાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Advertisement

Share

Related posts

વડોદરાની ખાનગી સોસાયટીઓને 20% ફાળા સાથે આંતરિક સ્ટ્રીટલાઇટ અપાશે

ProudOfGujarat

રાજપારડી પોલીસે લોકડાઉન ભંગ અંતર્ગત કુલ ૧૭૮ વાહનો ડિટેઇન કર્યા.

ProudOfGujarat

પાદરા તાલુકાના રાજૂપુરાના ખેડૂત આત્માના માધ્યમથી પ્રાકૃતિક ખેતી શીખ્યા અને તેના પ્રખર હિમાયતી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!