Proud of Gujarat
FeaturedGujaratINDIA

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મીરે એસેટ નિફ્ટી મિડકેપ 150 ઇટીએફ (“સ્કીમ”) ની પ્રસ્તુતી.

Share

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ, ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીનું એક છે. આજે, ફંડ હાઉસે ‘મિરે એસેટ નિફ્ટી મિડકેપ 150 ઇટીએફ’ ની રજૂઆતની જાહેરાત કરી છે, જે નિફ્ટી મિડકેપ 150 ટોટલ રિટર્ન ઇન્ડેક્સની નકલ કરતી /અનુસરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે.

એનએફઓ 24 ફેબ્રુઆરી, 2022ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 4 માર્ચ, 2022 ના રોજ બંધ થશે. મિરે એસેટ નિફ્ટી મિડકેપ 150 ઇટીએફનું સંચાલન સુશ્રી એકતા ગાલા દ્વારા કરવામાં આવશે. એનએફઓ દરમિયાન સ્કીમમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1 ના ગુણાંકમાં કરી શકાશે.

Advertisement

મુખ્ય મુદ્દાઓ:

• નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સનો હેતુ 150 મિડ-માર્કેટ કેપિટલાઇઝેશન કંપનીઓની કામગીરીને અનુસરવાનો છે

• બજારના સમગ્ર મિડકેપ સેગમેન્ટમાં ભાગ લેવાની તક.

• સ્કીમ દ્વારા ચાર્જ કરવામાં આવેલો પ્રસ્તાવિત કુલ ખર્ચ ગુણોત્તર (ટોટલ એક્સપેન્સ રેશિયો – ટીઈઆર) પ્રમાણમાં ઓછો છે. સ્કીમ દ્વારા ટીઈઆર^ તરીકે 5 બેસિસ પોઈન્ટ ચાર્જ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે

• છેલ્લા 1, 3, 5, 7, 10 અને 15 વર્ષમાં નિફ્ટી મિડકેપ 150 ટોટલ રિટર્ન ઈન્ડેક્સે નિફ્ટી 50 અને નિફ્ટી 100 કરતાં વધુ સારું વળતર આપ્યું છે

31 જાન્યુઆરી, 2022 મુજબના ડેટા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ), પાછલી કામગીરી ભવિષ્યમાં જળવાઈ રહે તે જરૂરી નથી. ઇન્ડેક્સનું વળતર ટોટલ રિટર્ન વેરિઅન્ટમાં છે. ઉપર દર્શાવેલ ડેટા ઈન્ડેક્સને લગતો છે અને તે ફંડની કોઈપણ સ્કીમની કામગીરીને દર્શાવતો નથી. એક વર્ષથી વધુનું વળતર એ સીએજીઆર વળતર છે.

મિડકેપ સેગમેન્ટ એ ભારતીય ઉદ્યોગમાં વિકસતી કંપનીઓનું જૂથ છે*. મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડમાં અમે અમારા ભાગીદારો અને રોકાણકારોને આના જેવા ઓછા ખર્ચાળ પ્રોડક્ટ્સ પ્રદાન કરવા માટે સતત કામ કરી રહ્યા છીએ જે તેમને આ મિડકેપ ઇટીએફ ક્ષેત્રમાં તેમનો પોર્ટફોલિયો વધારવામાં મદદ કરી શકે છે”, એમ મીરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ન્ડિયા) પ્રા. લિ.ના ડિરેક્ટર અને સીઈઓ શ્રી સ્વરૂપ મોહંતીએ કહ્યું હતું.

સુચિત્રા આયરે


Share

Related posts

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુડસ ટ્રેન પ્રોજેક્ટના ઈલેકટ્રીક વીજ લાઈન ટાવરમાંથી ગેલ્વેનાઈઝ લોખંડના નટ બોલ્ટ ચોરીના મુદ્દામાલ સાથે ગેંગને ઝડપી પાડી

ProudOfGujarat

રાજપીપળા : આમલેથા પોલીસ સ્ટેશન અને ગામકુવા ગામના નાગરિકો વચ્ચે “મૈત્રી” ક્રિકેટ મેચ યોજાઇ.

ProudOfGujarat

નડિયાદ પાસે હાઈવે પર રાત્રે  કન્ટેનરમાં આગ લાગતાં અફરાતફરી મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!