દિનેશભાઇ અડવાણી

ઘણી સ્કૂલો તથા સંસ્થાઓ દ્વારા વિવિધ સ્કૂલોમાં બાળકો માટે હેલ્થ ચેકઅપના કાર્યક્રમો યોજાતા હોય છે પરંતુ તેમના વાલિયો કે જેઓ ઘરની જવાબદારી સંભાળી રહ્યા હોય છે તેથી તેમનું ધ્યાન પોતાની હેલ્થ પર વેહલું જતું નથી તેથી કલરવ સ્કૂલ ખાતે બાળકોની સાથે-સાથે વાલિયોઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સૈયદ કાદરી વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ,કલરવ સ્કૂલ,ધ્વનિ મુકબધીર સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તથા બાળકોએ લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં કાદરી ટ્રસ્ટના રસીદ કાદરી બાપુ, કલરવ સ્કૂલના નિલાબેન મોદી અને ધ્વનિ મુકબધીર સ્કૂલના ગીતાબેન હાજર રહ્યા હતા.

LEAVE A REPLY