દિનેશભાઇ અડવાણી

ચૈત્ર સુદ પૂનમ શુક્રવાર તારીખ ૧૯-૦૪-૧૯ ના રોજ હનુમાન જયંતિ હોવાના પગલે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હનુમાન જયંતિના પાવન પ્રસંગે ભરૂચના રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન દાદાને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવશે તથા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવશે.આ પ્રસંગે મંદિરને સુંદર રીતે વિવિધ રંગની લાઈટો દ્વારા સળગારવામાં આવી રહ્યું છે તથા તમામ ભક્તો માટે યોગ્ય તેટલી સુવિધાઓ ઉભી કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.આ પ્રસંગનો લાભ લેવા મંદિર તરફથી ધર્મપ્રેમી ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.હનુમાન જયંતિના દિવસે માં નર્મદા નદીમાં સ્નાન કરવાનો અનેરો મહિમા હોવાથી લોકો વહેલી સવારે સ્નાન કરવા જતા હોય છે પરંતુ આ વર્ષે નર્મદા નદીમાં સ્નાન કરવા માટે યોગ્ય માત્રામાં પાણી તથા સુવિધાઓ ન હોવાથી ભક્તો માં મુંજવણ જોવા મળી રહી છે હવે જોવું રહ્યું કે આ પ્રસંગે તત્રં કોઈ વવ્યસ્થા કરે છે કે ખાલી વાતો જ થશે.

LEAVE A REPLY