દિનેશભાઇ અડવાણી

હિંદૂ પંચાગ અનુસાર આ વખતે કેસરીનંદન ભગવાન હનુમાનજીનો જન્મોત્સવ 19 એપ્રિલ, 2019 અને શુક્રવારે મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસની ખાસ વાત એ છે કે આ દિવસે હનુમાનજીનો જન્મ ખાસ બે નક્ષત્રોમાં થઇ રહ્યો છે. વર્ષો પછી બની રહેલા આ યોગને જ્યોતિષો ભક્તો માટે ખુબ જ સારો ગણાવી રહ્યા છે.

હનુમાન જયંતી પર આ વખતે બે ખાસ જ્યોતીષ નક્ષત્ર યોગ બની રહ્યા છે. પહેલું ચિત્રા અને બીજુ ગજકેસરી યોગ. પંચાંગ અનુસાર 18 એપ્રિલની રાતે 9 વાગ્યાને 23 મિનીટ પર ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થઇ જશે. આ નક્ષત્ર આગામી દિવસ એટલે કે 19 એપ્રિલની સાંજે 7 વાગ્યાને 19 મિનીટ સુધી રહેશે. જ્યારે બીજું નક્ષત્ર ગજકેસરી સૂર્યોદયથી જ પ્રારંભ થઇ જશે. આ બંને નક્ષત્રો વચ્ચે જ કેસરી નંદન ભગવાન હનુમાનજીનો જન્મ થશે.

LEAVE A REPLY