Proud of Gujarat
FeaturedGujaratHealth

હીટવેવની અસરથી બચવા માટે સાવચેતી-તકેદારીરૂપે નેશનલ ડિઝાસ્‍ટર મેનેજેમન્‍ટ ઓથોરીટી દ્વારા સૂચવાયેલા ઉપાયોને લક્ષમાં લેવા જાહેર અનુરોધ .

Share

દિનેશભાઇ અડવાણી

નેશનલ ડિઝાસ્‍ટર મેનેજેમન્‍ટ ઓથોરીટી-નવી દિલ્‍હી તરફથી માર્ચથી જૂન દરમિયાન હીટવેવની રહેતી મહત્તમ અસરથી બચવા બાબતે જરૂરી તકેદારી રાખવાનાં કરેલા સૂચનો અને ઉપાયોને લક્ષમાં લેવા જિલ્લાતંત્ર તરફથી જાહેર અનુરોધ સાથે આ અંગે જરૂરી સાવચેતી રાખવાની પણ અપીલ કરાઇ છે.રાષ્‍ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ (NDMA) તરફથી હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું, લૂની અસર પામેલી વ્‍યક્‍તિની સારવાર માટેનાં ઉપાયો તથા આબોહવા અનુકૂલન સંદર્ભે નીચે દર્શાવ્‍યા મુજબ જરૂરી માર્ગદર્શન અપાયું છે.

Advertisement

શું કરવું અને શું ન કરવું

ગરમીના મોજાની સ્‍થિતિ શારીરિક તણાવમાં પરિણમી શકે છે, જેનાથી મૃત્‍યુ પણ થઇ શકે છે. ગરમીનાં મોજા દરમિયાન તેની અસરને શક્‍ય તેટલી ઓછી કરવા અને લૂથી ગંભીર બિમારીઓ અથવા મૃત્‍યુ અટકાવવા નીચેનાં ઉપાયો કરી શકાય છે.

ખાસ કરીને બપોરનાં ૧૧-૦૦ થી ૦૩-૦૦ વચ્‍ચે તડકામાં જવાનું ટાળવા.તરસ ન લાગી હોય તો પણ પર્યાપ્ત અને શક્‍ય તેટલું વારંવાર પાણી પીવા.ઓછા વજનના,ઝાંખા રંગના ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડા પહેરવા, તડકામાં જતી વખતે આંખોની રક્ષા કરતા ગોગલ્‍સ, છત્રી, ટોપી, બુટ ચપ્‍પલનો ઉપયોગ કરવા.બહારનું તાપમાન ઉંચુ હોય ત્‍યારે મહેનતની પ્રવૃત્તિઓ કરવાનું ટાળવા, બપોરનાં ૧૨-૦૦ થી ૩-૦૦ ની વચ્‍ચે બહાર કામ કરવાનું ટાળવા.પ્રવાસ કરતી વખતે સાથે પાણી રાખવા. આલ્‍કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંક્‍સ પીવાનું ટાળવા કે જે શરીરમાંથી પાણી શોષે છે.વધુ પ્રોટીનયુક્‍ત ખોરાક લેવાનું ટાળવા અને વાસી ખોરાક ન ખાવા.બહાર કામ કરતા હોવ તો ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવા તેમજ તમામ માથા, ગળા, ચહેરા અને અંગો પર ભીનું કપડું લપેટવા.પાર્ક કરેલ વાહનોમાં બાળકો અથવા પાલતુ પશુઓને ન રાખવા.જો બેભાન અથવા બિમાર થતા હોવ તો તરત જ ડોક્‍ટર પાસે જવું.ઓઆરએસ, ઘરે બનાવેલા પાણી જેમ કે લસ્‍સી, તોરણી (ચોખાનું પાણી), લીંબુ પાણી, છાસ વગેરેનો ઉપયોગ કરવા કે જે શરીરમાંથી ફરી પ્રવાહી સંગ્રહ કરવામાં મદદ કરે છે.પ્રાણીઓને છાયડામાં રાખવા અને તેમને પીવા માટે પુષ્‍કળ પાણી આપવા.ઘરને ઠંડુ રાખવા, પડદા, શટર અથવા સન-શેડનો ઉપયોગ કરવા અને રાત્રે બારીઓ ખુલ્લી રાખવી તથા પંખા અને ભીના કપડાનો ઉપયોગ કરવા તેમજ ઠંડા પાણીમાં સ્‍નાન કરવાની સલાહ આપવામાં આવી છે.

લૂની અસર પામેલી વ્‍યક્‍તિની સારવાર માટેનાં ઉપાયો

વ્‍યક્‍તિને ઠંડી જગ્‍યામાં છાયડા નીચે સુવડાવવા. તેને / તેણીને ભીના કપડાથી લુછવા / શરીરને વારેવારે ઘોવા, માથા પર સામાન્‍ય હુંફાળુ પાણી રેડવા જેવી મુખ્‍ય બાબત શરીરનાં તાપમાનને નીચે લાવવાની છે.આવી વ્‍યક્‍તિને પીવા માટે ઓઆરએસ અથવા લીંબુ શરબત કે તોરણી (ચોખાનું પાણી) અથવા શરીરમાં ફરી પાણીનો સંગ્રહ થાય તેવી કોઇપણ વસ્‍તુ આપવા.આવી વ્‍યક્‍તિને તાત્‍કાલિક નજીકનાં આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે લઇ જવા અને લૂ ઘાતક નીવડી શકે તેમ હોય, દરદીને તાત્‍કાલિક હોસ્‍પિટલ લઇ જવા જેવા ઉપાયો તાત્‍કાલિક હાથ ધરવાની પણ ભલામણ કરાઇ છે.

આબોહવા અનુકૂલન

વધુ ઠંડી આબોહવામાંથી ગરમ આબોહવામાં આવતા વ્‍યક્‍તિઓને વધુ ખતરો હોય છે. ગરમીનાં મોજાની ઋતુ દરમિયાન કુંટુબની મુલાકાતે આવા વ્‍યક્‍તિ (ઓ) આવતા હશે. તેઓનું શરીર ગરમ આબોહવાને અનુકૂળ ન થાય ત્‍યાં સુધી તેઓએ એક અઠવાડિયા સુધી ખુલ્લા મેદાનમાં ફરવું જોઇએ નહીં અને પુષ્‍કળ પાણી પીવું જોઇએ. ગરમીના મોજા દરમિયાન ગરમ આબોહવાના ધીમે ધીમે સંપર્કમાં આવીને આબોહવા સાથે અનુકૂલન સાધી શકાય છે.


Share

Related posts

અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ દ્વારા 99 વર્ષના નિવૃત શિક્ષિકાનું સન્માન કરાયું

ProudOfGujarat

અમરેલી મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા સાવરકુંડલા તાલુકાના ગામોમાં વૃક્ષારોપણ કરી રોપાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ઝઘડિયા જી.આઈ.ડી.સીની બે કંપનીઓએ પોતાના અંગત કામ માટે જાહેરરસ્તો બંધ કરી દીધો:કોઈપણ સલામતી વિના હાઇડ્રોજન ટાવર ઉભો કરવાનું કામ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!