Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના નબીપુર નજીક હોટલ પ્રિન્સ પાસે ટ્રક પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો, અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા…

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા નબીપુર નજીક ટ્રક પલ્ટી જતા અક્સ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ
નબીપુર નજીક આવેલ હોટલ પ્રિન્સ પાસે એક ટ્રક પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો.

વડોદરા તરફથી એક ટ્રક લાકડાના બોક્ષ ભરી સુરત તરફ જઈ રહી હતી. તે વેળાએ નબીપુર નજીક આવેલ પ્રિન્સ હોટલ પાસે ટ્રકે પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલ્ટી મારતા લાકડાના બોક્ષ રોડ ઉપર વેરણછેરણ થઇ જવા પામ્યા હતા. જેને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માતને પગલે કોઈ જાનહાનીના એહવાલ પ્રાપ્ત થયા નથી પરંતુ ટ્રકને મોટું નુકસાન થવા પામ્યું હતું.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

પેટ્રોલ-ડીઝલના ભાવોએ ફરી તોડ્યો રેકોર્ડ, મુંબઈમાં 89.29 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યુ પેટ્રોલ…

ProudOfGujarat

સુરત શહેરમાં મહાનગરપાલિકા એ શરૂ કયો કોવિડ કેર હેલ્થ કેર સેન્ટર.

ProudOfGujarat

માંગરોળ : કતલ કરવાના ઈરાદે લઈ જવાતા ગાય, વાછરડા ભરેલી પીકઅપ ગાડી પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!