Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઝાદીના 74 વર્ષ પછી કુંવરપરા ગામને જોડતો ડામરનો નવો રસ્તો બનતા ગ્રામજનોમા આનંદની લાગણી.

Share

આઝાદીના 74 વર્ષ પછી નાંદોદ તાલુકાના કુંવરપરા ગામને જોડતો ડામરનો નવો રસ્તો બનતા ગ્રામજનોમા આનંદની લાગણી પ્રસરી છે. ગામના સરપંચ અને સરપંચ પરિષદ દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે કુંવરપુરા ગ્રામ પંચાયતને 60 વરસોમાં પ્રથમવાર ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યા બાદ વિકાસના નવા દ્વાર ખુલ્યા છે.એ પહેલા આ ગામમા સારા રસ્તા નહોતા ગામનો વિકાસ થયો નહોતો. ખાસ કરીને ચોમાસામાં રસ્તો ધોવાઈ જવાથી ગામનો સંપર્ક તૂટી જતો હતો. ખાસ કરીને બીમાર દર્દીઓ અને ઇમરજન્સી સેવા માટે 108 ગામમા આવી શક્તિ નહોતી. હવે નવો રસ્તો બનતા કોરોનામા આરોગ્યની સુવિધા મળતી થઈ જશે.

તેમણે વધુમા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમારી ગ્રામ પંચાયત દિવસેને દિવસે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી રહી છે.રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની દરેક યોજનાઓનો લાભ લઇ રહી છે. અમારી ગ્રામ પંચાયતમાં આઝાદીના 60 વર્ષ દરમિયાન જે વિકાસના કામો થયા નથી એ તમામ વિકાસના કામો આજે રાજ્ય સરકાર અને સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા તેમજ જિલ્લા સંગઠનના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોના સહયોગથી આજે અમારા ગામમાં ડામર રસ્તાનું તેમજ માળખાકીય સુવિધાઓ જેવા વિવિધ પ્રકારના વિકાસના કામો થઈ રહ્યા છે તે બદલ સરકારનો તમામ ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

મોટર બાઈકની ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર સ્થિત લાયન્સ સ્કૂલે 4400 ઉપરાંત વિદ્યાર્થીઓની 1 કરોડ 20 લાખ જેટલી ફી માફ કરી.

ProudOfGujarat

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી, સીબીએસઈ ક્લસ્ટર-૧૩ વેસ્ટ ઝોનમાં કબડ્ડી ટીમ વાઘોડિયા ખાતે સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!