Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી : ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે ઘરની જમીન બાબતે બે મહિલાઓ બાખડી

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે ઘરની જમીન બાબતે ઝઘડો થતાં પોલીસમાં ફરિયાદ થવા પામી હતી.વિગતો મુજબ ઉમલ્લા ગામે રહેતી સવિતાબેન કાંતિભાઈ વસાવા તથા તેની માતા રમીલાબેન તેમના ઘરે હાજર હતા તે દરમિયાન તેમના ઘરની બાજુમાં રહેતી ભગુબેન અર્જુનભાઈ વસાવા સવિતા તથા રમીલાબેનને ગમેતેમ ગાળો બોલવા લાગી હતી.અને કહેતી હતી કે તમારું આ ઘર તોડીને જતા રહો આ જગ્યા અમારી છે.તમને કોઈ ભાગ મળે નહીં, તેમ કહીને ગાળા ગાળી કરવા લાગેલ. તે સમયે સવિતા તથા રમીલાબેને ગાળો બોલવાની ના પાડતા તે ઝપાઝપી કરવા લાગી હતી. આ દરમિયાન ભગુબેનનો ઘરવાળો અર્જુન તથા સવિતાબેન રતિલાલ બંને દોડી આવીને એનું ઉપરાણું લઇને રમીલાબેનને લાકડી લઇ આવી માર માર્યો હતો. ઇજાગ્રસ્ત રમીલાબેનને સારવાર અર્થે ઉમલ્લા સરકારી દવાખાને લઈ જવાયા હતા. જમીન બાબતની તકરારમાં સવિતાબેન કાંતિભાઈ વસાવાએ (૧) ભગુબેન અર્જુનભાઈ વસાવા (૨) અર્જુનભાઈ રતિલાલ વસાવા (૩) સવિતાબેન રતિલાલ વસાવા તમામ રહે. ઉમલ્લા વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

ભરૂચમાં બુધવારે કોરોનાના 28 કેસ : 137 ને રજા અપાઈ : જાણો મોતનો આંક.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. એ વેડચમાંથી પત્તા પાનાનાં જુગારની સફળ રેઇડ કરીને સાત જુગારીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્રારા ગોધરા ખાતે મૌનએકતા કેન્ડલ માર્ચ રેલીનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!