Proud of Gujarat
GujaratINDIALifestyle

સુરતથી ભરૂચ પિયરમાં જવા નીકળેલી મહિલાનો સામાન ચોરી : સખી વનસ્ટોપ મદદે આવ્યું.

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર આવેલું છે. જેમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમને રેખા નામની મહિલા એકલી ફરતી હોય અને તકલીફમાં હોય તેને ટીમ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, ભરૂચ ખાતે લાવવામાં આવી હતી. ત્યાં રેખાને હંગામી ધોરણે આશ્રય આપીને સ્ટાફ દ્રારા તેનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, તે સુરત જીલ્લાના કડોદરા મુકામે તેમના પતિ સાથે રહેતી હતી. તે તેના પિયર જવા નીકળી હતી તે સમય દરમિયાન તેનો સામાન ચોરાઈ ગયો હતો. જેથી તેની પાસે ઘરે જવાની રકમ ન હોવાથી અંકલેશ્વરમાં અટવાઈ ગઈ હતી. તે સમયે તેનો વાલિયા ચોકડી પાસે કોઈ અજાણ્યા ઈસમ સાથે ઝઘડો થતા કોઈએ 181 અભયમને જાણ કરતા તેઓને સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે કાર્યરત “સખી” વન સ્ટોપ સેન્ટરમાં લાવવામાં આવેલ હતી. ત્યાં આ મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેમના કુટુંબની માહિતી મેળવી રેખાનું તેમના પતિ સાથે પુનઃમિલન કરાવ્યું હતું.

Advertisement

Share

Related posts

અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસનો નાથ બનાવવામાં કોનો હાથ?..જાણો.

ProudOfGujarat

હવે સરકાર નીરવ મોદીને પકડવા પોસ્ટરો ચોંટાડશે, હાજર નહીં થાય તો મિલકત જપ્તી

ProudOfGujarat

કેવડીયા કોલોની – સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સીટી નં- ૨ ખાતે જિલ્લા પ્રસાશન દ્વારા મહેસૂલી પરિવારના કર્મયોગીઓ માટે યોજાયેલી ચિંતન શિબિરને ખૂલ્લી મૂકતાં જિલ્લા કલેક્ટર પટેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!