Proud of Gujarat
FeaturedGujaratINDIA

144 મી રથયાત્રા : ભગવાન જગન્નાથજી આ વખતે અનોખા પહેરવેશમાં જોવા મળશે.

Share

ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રાને લઇ અમદાવાદ જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથ આ વખતે કેવો પહેરવેશ ધારણ કરશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ભગવાન જગન્નાથજી માટે અવનવા ડિઝાઈનર પહેરવેશ તૈયાર કરવામાં આવ્યા છે.

દરેક દિવસે અનોખો પહેરવેશ ભગવાન ધારણ કરશે. ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રામાં ભગવાન અવનવા ડિઝાઈનર પહેરવેશ પહેરશે. નગરચર્યાએ નાથ નીકળશે ત્યારે ગુજરાતી બાંધણીના પહેરવેશ ધારણ કરશે સાથે જ ગુજરાતી બાંધણીનો સાફો બાંધશે. સોના વેશના દિવસે નાથ મરૂન કલરના કસબ વર્કના વાઘા પહેરશે સાથે શ્રીનાથજી વેશ ધારણ કરશે. મંગળા આરતીમાં પીળા કરલના વાઘા અને રજવાડી પાઘ પહેરશે. અમાસના દિવસે નાથ લીલા કલરના વાઘા પહેરશે સાથે જ વૃદાવનથી ખાસ મંગાવેલા મુઘટ, ઝડિટ પાઘ ધારણ કરશે અને સાથે લીલો કલર લોકોના જીવનામં હરિયાળી આવે અને કોરોના કાળ દરમિયાન લોકો સ્વસ્થ રહે તેવા પહેરવેશ ધારણ કરશે. ત્યારે ત્રીજા દિવસે જગન્નાથજી ભગવાન શાહી શેરવાનીના રૂપમાં જોવા મળશે.’

Advertisement

ઉલ્લેખનીય છે કે, ભગવાનના રથનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભગવાન જે રથમાં બેસીને નગરચર્યા કરવા નીકળશે તે રથનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ વખતે ભગવાનના રથની સમારકામની કામગીરી દર વર્ષ કરતા મોડી શરૂ કરવામાં આવી છે.

દર વર્ષે અખાત્રીજે મુહૂર્ત કરી કામગીરી શરૂ કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના કાળને કારણે 3 મજૂરો જ કામ કરી રહ્યા છે. રથના સમારકામમાં 5 થી 7 દિવસ લાગશે કેમ કે, રથને ખોલીને ગ્રીસ અને ઓઇલિંગ કરવાનું છે અને સાથે જ કલર કામ પણ કરવાનું છે. સમારકામનું કામ પણ ખલાસી મિત્રો દ્વારા કરવામાં આવે છે. દરવર્ષે 1 રથ ખેંચ માટે 400 ખલાસી મિત્રો જોડાય છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે માત્ર 50 ખલાસીઓ રથ ખેંચશે તેવી તૈયારી પણ બતાવી છે. જ્યારે બીજી તરફ ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા નીકળશે કે નહીં તે અંગેનો કોઈ જ નિર્ણય સરકાર દ્વારા લેવાયો નથી.


Share

Related posts

અંકલેશ્વર તાલુકાના હજાત ગામેથી કુખ્યાત બુટલેગરને ઇંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

નડિયાદમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી કરાશે.

ProudOfGujarat

નડિયાદ : ઠાસરામાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત નિપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!