Proud of Gujarat
FeaturedGujaratINDIA

સત્તાપક્ષને લઈને ભારે નિરાશા : સુરત વોર્ડ નં.4 કાપોદ્રા વિસ્તારમાં બિસ્માર રસ્તાને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી : આપના કાર્યકર્તાઓ દ્વારા અનોખો કાર્યક્રમ.

Share

ચોમાસા અગાઉ શહેરમાં ખરાબ રસ્તાને લઈને ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે વોર્ડ નંબર ચાર કાપોદ્રા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આજે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ચારના કોર્પોરેટરે લોકો વચ્ચે જઇને અનોખો કાર્યક્રમ કરતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કાપોદ્રા વિસ્તારમાં શ્રીજી સોસાયટી રોડથી ઓળખાતા માર્ગને મેયર હેમાલી બોઘાવાલા નામ આપ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો જોડાયા હતાં. વર્ષોથી તેમની માંગ પૂર્ણ ન થતા લોકોમાં પણ સત્તાપક્ષને લઈને ભારે નિરાશા જોવા મળી રહી હતી.

આપ દ્વારા જણાવાયું કે, કાપોદ્રા વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓના રહીશો બિસ્માર રસ્તાને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં તેમનો પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. નીલકંઠ સોસાયટી, ચંચલ નગર, કમલ પાર્ક, શ્રીજી સોસાયટી, મરઘાં કેન્દ્ર વિસ્તારના રહીશોને ભારે હાલાકી થતી હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે પોતાના વિસ્તારના કામ સરળતાથી થઈ જાય અને મેયર અને તેનું શ્રેય મળે તેવા હેતુથી બિસ્માર રસ્તાને મેયરના નામથી ઓળખવા માટે નવું નામ આપ્યો હતો. બિસ્માર રસ્તાને ઝડપથી નવીનીકરણ પ્રક્રિયામાં લઈને સ્થાનિક લોકો માટે સુવિધા કરી આપે તો સમગ્ર કામ માટે શ્રેય શહેરના મેયરને આપવા માટે લોકો ઉત્સાહિત દેખાયા.

સ્થાનિક સોસાયટીની મહિલાઓએ જણાવ્યું કે, અમે શ્રીફળ વધારીને મેયરને વધારીશું. અન્ય એક મહિલાએ કહ્યું કે, હું માતાજી ને બે દીવા લગાડીશ. પચ્ચીસ વર્ષથી આ પ્રકારની સ્થિતિમાં રહ્યા છીએ. છતાં પણ ભાજપના સત્તાધીશોએ ક્યારેય અને ગંભીરતાથી લીધી નથી.આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર ધર્મેન્દ્ર ભાઈએ જણાવ્યું કે, ભાજપના નેતાઓ નામના અને પોતાના ફોટા લગાવવા ઈચ્છા હોય છે. તેઓ માત્ર અને માત્ર શ્રેયના ભૂખ્યા છે, ઓછું કામ કરીને વધુ બતાવી વાહ-વાહી લૂંટવામાં ભાજપ સૌથી આગળ છે. બિસ્માર રસ્તો ઝડપથી બની જાય તે માટે અમે આ રસ્તાને મેયરના નામથી સંબોધિત કરવાનું શરૂ કર્યું છે. જેથી મેયર હેમાલીબેન બોઘાવાલા ખૂબ રાજી થાય અને અમારી આ મુશ્કેલીનું નિરાકરણ લાવે.

Advertisement

જયદીપ રાઠોડ, સુરત


Share

Related posts

પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી પોલીસ.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસી ગુલબ્રાન્ડસન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડની કંપની દ્વારા સીએસઆર હેઠળ કમ્પ્યુટર લેબ તથા પ્લાન્ટેશન કરાયુ.

ProudOfGujarat

વાંકલ : વેરાકુઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલસેલના દર્દીઓનું વેક્સીનેશન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!