Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલ. સી. બી.એ અંકલેશ્વરના સજોદ ગામથી એક જુગારીને ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લામાં અને જીલ્લાની બહાર થતી દારૂ જુગારના ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ શોધી કાઢવા માટે ભરૂચ પોલીસ સક્રિય બની છે.
ભરૂચ એલ. સી. બી. ની અલગ અલગ ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા તે દરમ્યાન ગઈકાલના રોજ એલ.સી.બી. ની એક ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે સ્ટેશન ફળિયામાં સત્તા બેટિંગમાં આંકડાનો રૂપિયાની હારજીતનો જુગાર ચાલતો હોવાથી મળેલ બાતમીને આધારે એલ.સી.બી. ટીમ દ્વારા સ્ટેશન ફળિયા ખાતે રેઇડ કરતા એક ઈસમ સતિષભાઇ સંતોષભાઈ વસાવા રહે, સ્ટેશન ફળીયું સજોદગામ, અંકલેશ્વરને ઝડપી પાડી જુગારના રોકડા રૂપિયા મળીને કુલ 42,500/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં માટે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં નાના અને લઘુ ઉદ્યોગો માટે કનેક્શન અરજી બન્યો વિકટ પ્રશ્ન

ProudOfGujarat

તિલકવાડાના માંગુ ગામે NREGA ના નાણાં ફાળવણી મામલે ઉકેલ નહિ આવે તો ગ્રામજનોની ભૂખ હડતાળની ચીમકી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ચોમાસાની વિદાય વચ્ચે ગાઢ ધુમ્મસની ચાદર, શહેર બન્યું ‘મિની હિલ સ્ટેશન’ :  વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો, ધુમ્મસના કારણે વાહનચાલકોને મુશ્કેલી, મનમોહક દૃશ્યોએ લોકોનું ધ્યાન ખેંચ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!