Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલ. સી. બી.એ અંકલેશ્વરના સજોદ ગામથી એક જુગારીને ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લામાં અને જીલ્લાની બહાર થતી દારૂ જુગારના ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ શોધી કાઢવા માટે ભરૂચ પોલીસ સક્રિય બની છે.
ભરૂચ એલ. સી. બી. ની અલગ અલગ ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા તે દરમ્યાન ગઈકાલના રોજ એલ.સી.બી. ની એક ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે સ્ટેશન ફળિયામાં સત્તા બેટિંગમાં આંકડાનો રૂપિયાની હારજીતનો જુગાર ચાલતો હોવાથી મળેલ બાતમીને આધારે એલ.સી.બી. ટીમ દ્વારા સ્ટેશન ફળિયા ખાતે રેઇડ કરતા એક ઈસમ સતિષભાઇ સંતોષભાઈ વસાવા રહે, સ્ટેશન ફળીયું સજોદગામ, અંકલેશ્વરને ઝડપી પાડી જુગારના રોકડા રૂપિયા મળીને કુલ 42,500/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં માટે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

સમગ્ર ગુજરાતમાં યુવતીઓ અને મહિલાઓ સ્વરક્ષણ કરી શકે તે માટે કરાટેની તાલીમ અપાઈ.

ProudOfGujarat

વલસાડની શિક્ષીકાને નેશનલ એવોર્ડ મળશે..

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાએ મિસ યુનિવર્સ હરનાઝ સંધુને અભિનંદન પાઠવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!