Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામના બોમ્બે ફળિયામાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી…

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામના બોમ્બે ફળિયામાં રહેતી એક પરણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

નીલમબેન નિતેશભાઇ વસાવા ઉંમર વર્ષ 36 પતિ બાળકોના પરિવાર સાથે બોમ્બે ફળિયામાં રહે છે પતિ મજૂરી કામ કરે છે જ્યારે પત્ની નીલમબેન ઘરકામ કરીને બંને પરિવારનો જીવન ગુજારો કરે છે તેમનો એક પુત્ર 10 વર્ષનો અને બીજો પુત્ર 7 વર્ષનો છે આ બંને બાળકો નીલમબેન સાથે સુતા હતા જ્યારે પતિ ઘરની બહાર સુતા હતા કોઈક અગમ્ય કારણોસર પત્ની નીલમબેને પોતાના જ ઘરમાં રાત્રીના બાર વાગ્યાના સમયે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બાળકના રડવાનો અવાજ આવતા તેમના પતિ અને આજુબાજુના લોકો જાગી ગયા હતા અને ઘરમાં તપાસ કરતા પત્નીનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લોકોએ જોયો હતો આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મહિલાના મૃતદેહનો કબજો લઇ પોલીસે આત્મહત્યાના કારણો અંગે તપાસ શરૂ કરી છે. એફ એસ એલ ની ટીમે ઘટનાસ્થળે આવી જરૂરી કાર્યવાહી કરી હતી હતી.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી, નાની નરોલી ખાતે પી.એમ. ના જન્મદિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

દ્વારકાધીશ મંદિરમાં હવેથી 5 ના બદલે 6 ધ્વજા ફરકાવવામાં આવશે, ઓનલાઈન પોર્ટલ પણ થશે શરૂ

ProudOfGujarat

વડોદરામાં મોડી રાત્રે કેમિકલ ઉદ્યોગો દ્વારા ગેસ છોડાતા ઉત્તર વિસ્તારોમાં ગંધથી લોકોના જીવ તાળવે ચોંટયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!