Proud of Gujarat
FeaturedGujaratINDIA

વરસાદી માહોલ : ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે માટીની સુહાસ પ્રસરી.

Share

ભરૂચ જિલ્લાના કેટલાય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લામાં ગુરૂવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. આજરોજ ભરૂચ જિલ્લામાં વરસાદના આગમનથી લોકો હરખાયાં છે. ભરૂચ જિલ્લામાં હાંસોટ, પાલેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો વર્ષારાણીના આગમનની રાહ જોઇ રહ્યાં હતાં. ત્યાં છેલ્લાં 15 દિવસમાં બે થી ત્રણ વાર છુટાછવાયા સામાન્ય ઝાપટાં બાદ વરસાદના કોઇ અણસાર ન હતાં. વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી ગઈ હતી.

શહેરમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટાં પડતાં મોસમના પહેલાં વરસાદમાં નાના ભુલકાઓએ ન્હાવાની મજા માણી હતી. ભરૂચ જિલ્લામાં હાંસોટ પંથકમાં સવારે 8 થી 10 માં 18 એમ.એમ વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં સામાન્યત: 22 જૂન બાદ ચોમાસાની શરૂઆત થતી હોય છે. ત્યારે આ વર્ષે ચોમાસુ સપ્તાહ પહેલાં શરૂ થયું હોવાનું લાગી રહ્યું છે. જિલ્લામાં વરસાદી ઝાપટાં પડતાં જિલ્લાના ખેડૂતો ખેતરોમાં વાવણી પહેલાં જમીન ખેડવાની કવાયતમાં જોતરાઇ ગયાં છે. ચોમાસાના શરૂઆતના તબક્કામાં થયેલાં વરસાદ બાદ ખેડૂતો વાવણી કરશે.

રિધ્ધી પંચાલ, ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ ના પાલેજ ગામ. નજીક નેશનલ હાઇવે ૮ ઉપર જ રોજ સવાર ના સમયે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત માં એક નું મોત તેમજ ત્રણ યક્તિઓ ઘાયલ થયા હતા ………

ProudOfGujarat

અંકલેશ્વર : જીઆઇડીસી વિસ્તારમાં ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય પર જીવલેણ હુમલો, કહ્યું હવે અરજી કરી તો પતાવી નાખીશું..!!

ProudOfGujarat

ભરૂચમાં મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્ટ્રીટ ડોગ્સ માટે હડકવા વિરોધી રસીકરણ કેમ્પ : કવિતાધામ સોસાયટી વિસ્તારમાં 30થી વધુ શ્વાનોને અપાયા એન્ટી રેબિઝ ઈન્જેક્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!