Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ: વેલ્સપન કંપનીએ 400 જેટલા કર્મચારીઓને વર્ક ટુ હોમના આદેશ કરતા કર્મીઓમાં ફફડાટ

Share

કોરોના કહેરમાં એક તરફ લોકોની જિંદગી ડામાડોળ થઈ છે તેવા સમયમાં ભરૂચના વડદલા ખાતે આવેલી વેલ્સપન કંપનીએ સાગમટે અંદાઝે 400 જેટલા કર્મચારીઓને વર્ક ટુ હોમનો આદેશ કરતા કર્મચારીઓના માથે કમ્પની બંધ થવાની દહેશતથી ચિંતાના વાદળો ઘેરાયા છે. કંપની કર્મચારીઓએ આજરોજ જોલવા ખાતે મિટિંગ કરી સ્થાનિક આગેવાનો ને તેમની મદદે આવવા હાકલ કરી હતી.

કોરોના કહેરના કારણે દેશની અર્થવ્યવસ્થાને માઠી અસર થઈ છે. જેમાં ઉદ્યોગોને પણ વેઠવાનો વારો આવ્યો છે. ઘણી કમ્પનીઓ કામદારોની છટણી કરવા ઉપરાંત ઉત્પાદન ઘટાડી આર્થિક કટોકટી સામે ઝઝૂમવાના પ્રયાસ કર્યા છે. તો કેટલાય ઉદ્યોગો બંધ કરવાની નોબત આવી છે. જેની સીધી અસર કર્મચારીઓના જીવન ધોરણ પર પણ ઉભી થઇ છે.

Advertisement

વાગરાના વડદલા ખાતે આવેલી વેલ્સપન કમ્પનીએ તેના 400 જેટલા કર્મચારીઓને વર્ક ટુ હોમનો આદેશ કરતા કર્મચારીઓમાં બેરોજગારીનો ભય ઉભો થયો છે. વડદલા સ્થિત વેલ્સપન કમ્પની ઓઈલ, પાણી અને ગેસ વહન માટેની સ્ટીલ પાઇપ બનાવે છે. કંપની બંધ થાય તો આપણું શુ તેવી દહેશત વચ્ચે આજરોજ કંપની કર્મચારીઓએ જોલવા ખાતે મિટિંગ કરી હતી. જેમાં કંપની આગામી દિવસોમાં તેમના પગાર ન કરે અથવા બીજા રાજ્યોમાં બદલી કરી દે તેવો ભય વ્યક્ત કરી કર્મચારીઓએ સ્થાનિક આગેવાનોને તેમની પડખે ઉભા રહેવા અપીલ કરી હતી.

વેલ્સપન કંપનીના પી.આર.ઓ. પરિમલસિંહ રણાએ 400 જેટલા કર્મચારીઓને વર્ક ટુ હોમ ના આદેશો અપાયા હોવાનું જણાવી કંપની ચાલવા સામે શંકા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓ સાથે કમ્પની મેનેજમેન્ટની વાટાઘાટો કરાવી યોગ્ય નિર્ણય લઈશું.


Share

Related posts

સુરત: VCએ 6 લાખમાં રાષ્ટ્રપતિ સાથેની ‘ચોપડી’ છપાવી, 83માંથી 77 ફોટો પોતાના મૂકાવ્યા

ProudOfGujarat

વડોદરાના કોટંબી ગામ એ વરણામાં અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલ 1.75 કરોડની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો નાશ કર્યો.

ProudOfGujarat

વિદ્યાર્થીઓને એસ.ટી બસની સુવિધાઓ ન મળવાથી મેનેજરને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!