Proud of Gujarat
FeaturedGujaratINDIA

બુટલેગરો બેફામ : અંકલેશ્વરના ગડખોલ પાટીયા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપાઇ, લાખોનો મુદ્દામાલ કબ્જે.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ ગડખોલ પાટીયા વિસ્તારમાં ગત રાત્રીના સમયે અંકલેશ્વર શહેર પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક ઇક્કો ગાડીને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સુરત તરફથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ભરૂચ તરફ ઇકો કાર નંબર GJ 19 BA 0918 આવી રહી હતી તે દરમિયાન ગાડીને પોલીસે રોકવા જતા ચાલક ગડખોલ પાટિયા પાસે પોતાની કાર મૂકી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

Advertisement

પોલીસે સમગ્ર મામલે ઈકો કાર કિંમત ૨ લાખ તેમજ વિદેશી દારૂનો ૨૪ હજારનો જથ્થો સહિત કારમાંથી એક મોબાઈલ ફોન જેની કિંમત ૧૧ હજાર મળી કુલ ૨.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા બુટલેગરો સામે ગુનો દાખલ કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

માંગરોળ તાલુકાનાં આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલમાં રાત્રીનાં સમયે દીપડો દેખાતા ભયનો માહોલ.

ProudOfGujarat

નડિયાદ જવાહર નગરના ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ ઉજવાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!