Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે આજરોજ સુશ્રી ડી.કે. પ્રવિણા(આઇએએસ) દ્વારા પદભાર સંભાળવામાં આવ્યો.

Share

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ૭૭ જેટલા આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, બીજી તરફ પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે કચ્છના કલેકટર સુશ્રી ડી.કે. પ્રવિણાની નિયુક્તિ કરવામાં આવી હતી, જિલ્લાના પૂર્વ કલેકટર અમિત અરોરા દ્વારા ગતરોજ પંચમહાલ જિલ્લાનો કલેકટર તરીકેનો ચાર્જ છોડવામાં આવ્યો હતો, બીજી તરફ પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેકટર સુશ્રી ડી કે પ્રવિણા દ્વારા આજરોજ પંચમહાલ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળવામાં આવ્યો હતો. આમ, નવનિયુક્ત જિલ્લા કલેકટર સુશ્રી ડી કે પ્રવિણા દ્વારા પંચમહાલ જિલ્લાની વિકાસયાત્રાને આગામી સમયમાં આગળ ધપાવવામાં આવશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર ના જુના દીવા ગામમાં ખેતીવાડી ના કામ માટે મૂકવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર ચોરી થતાં શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ….

ProudOfGujarat

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરતાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!