Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ડિંડોલી પ્રમુખ પાર્ક નજીકના સી.આર.પાટીલ રોડના બ્રિજ પર એક યુવાને કર્યો આપઘાત કરવાનો પ્રયાસ : ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ.

Share

સુરતમાં એક યુવાન બ્રિજના પિલર પર ચડી જતાં ફિલ્મી દ્રશ્યો જેવો માહોલ સર્જાયો હતો. ડિંડોલી પ્રમુખ પાર્ક નજીકના સી.આર.પાટીલ રોડના 70 ફૂટ બ્રિજના પિલર પર ચડી ગયેલા એક યુવાનને બચાવવા ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ગુરુવારની મોડી સાંજે બનેલી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ બિહારનો મનુકુમાર પ્રસાદ નામનો યુવક સુરતના ડિંડોલીમાં રહે છે અને મજૂરીકામ કરે છે. આ યુવક ગુરુવારે મોડી રાત્રે બ્રિજના પિલર પર ચડી જતાં ફિલ્મી દ્રશ્યો જેવો માહોલ સર્જાયો હતો. તેને જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ સમયે ફાયર વિભાગના અધિકારીઓને જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને યુવકને નીચે ઉતારવા માટે જહેમત ઉઠાવી હતી. લોકોનાં ટોળેટોળાં વચ્ચે ફાયરના જવાનોએ યુવાનને બચાવવા હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગાડીનો ઉપયોગ કર્યો હતો.

Advertisement

ફાયર વિભાગના જવાનોની જહેમત બાદ પણ યુવક નીચે ઊતરવા નહીં માનતાં છેલ્લે બ્રિજની ઉપરના ભાગે દોરડાની મદદથી પિલર પર ચઢીને ફાયરના જવાનોએ યુવાનને બચાવ્યો હતો. લગભગ પાંચ કલાકની જહેમત બાદ રાત્રે સાડાબાર કલાકે ફાયર ટીમે રેસ્ક્યૂ કરી યુવાનને બ્રિજ પરથી સહી સલામત નીચે ઉતારી પોલીસને હવાલે કર્યો હતો. જોકે આખી ઘટનાનો વીડિયો બની જતાં યુવાનના આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવા લોકો ભેગા થઈ ગયા હતા.

હાલ યુવાનનું નામ મનુકુમાર હોવાનું અને તેની ઉંમર 27 વર્ષની હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે ડિંડોલી બ્રિજ પર ચઢી જનારો યુવાન મનુકુમાર નશામાં હતો અને કામ પરથી આવ્યા બાદ ઊંઘ આવતી હોવાને કારણે અને કોઈ હેરાન નહીં કરે એ ઇરાદે બપોરે 3 વાગે જ બ્રિજ પર ચઢીને સંતાઈ ગયો હતો. ત્યારબાદ સાંજે 7 વાગે નાટક કરતાં લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘણી મહેનત બાદ મધરાત્રે એક વાગે ફાયર સ્ટાફ ક્રેનની મદદથી તેને નીચે ઉતારવામાં સફળ રહ્યા હતા. મનુકુમારે જણાવ્યું હતું કે બ્રિજ પર તે ફસાઈ ગયો હતો. મારી ઈચ્છા થઈ એટલે હું બ્રિજ પર ચઢી ગયો હતો. જોકે નશાખોર પોતાનું માનસિક સંતુલન ગુમાવી દેતા હોય છે. મનુકુમાર એક ઉદાહરણ કહી શકાય છે.

જયદીપ રાઠોડ, સુરત.


Share

Related posts

સુરતનાં મહિધરપુરા ખરાદી શેરીનાં નાકે બાબદાના નામનો ઈસમ ચરસ સાથે ઝડપાયો છે.

ProudOfGujarat

સુરત ખાતે શક્તિદળની પત્રકાર પરિષદ યોજાઇ હતી.

ProudOfGujarat

કેવડીયામાં નવનિર્મિત આરોગ્ય વન ખાતે વેલનેસ સેન્ટરનો પ્રારંભ થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!