Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા: નાંદોદ તાલુકાના તોરણા ગામે કબ્રસ્તાનમાં ૧૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Share

નર્મદા જિલ્લાની ગ્રીન જિલ્લો બનાવવાની દિશામાં તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે વનવિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે નાંદોદ તાલુકાના તોરણા ગામે મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં ૧૨૦૦ થી વધુ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે

મુસ્લિમ સમાજ કબ્રસ્તાન કમિટી દ્વારા તેમજ મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા વનવિભાગ પાસે તોરણા ગામે કબ્રસ્તાનની જગ્યામાં વૃક્ષારોપણ કરવા માટે રોપાની માગણી કરવામાં આવી હતી જે અનુસંધાને સામાજિક વનીકરણ રાજપીપળા દ્વારા તોરણા ગામે કબ્રસ્તાનમાં મોટાપાયે વૃક્ષો નુ રોપણ શરૂ કરવામાં આવ્યું છે આગામી સમયમાં આ જ રીતે વૃક્ષારોપણ થકી નર્મદા જિલ્લો ગ્રીન જિલ્લો બનશે તેવી આશા સેવાઈ રહી છે. આ વૃક્ષારોપણ ના કાર્યક્રમ મા મોહસીને આઝમ મિશન ના પ્રમુખ શાહનવાજ પઠાણ અને ઈરફાન ખોખર , સરપચ ના પુત્ર નિતીન ભાઈ વસાવા, શહીદ ખા તોરના ના કબ્રસ્તાન ના પ્રમુખ હનીફ રાજ, મોહસીન પઠાણ, અને તોરણા ના ગ્રામજો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપળા.


Share

Related posts

વાંકલ ખાતે નવરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : ગડખોલ ગામે આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ સહીત કાનુની જાગૃતિ શિબિર યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ખાતે રાજપારડી વીજ કચેરીને સન્માનપત્ર એનાયત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!