Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ચોમાસાની શરૂઆતે જ વરસાદની ખેંચથી ઝઘડીયા તાલુકાના ખેડૂતો ચિંતિત…

Share

ચોમાસાની શરૂઆત સારા વરસાદથી થઇ, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતવર્ગ ચિંતિત બન્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પણ હાલ વરસાદની ખેંચ અનુભવાઇ રહી છે. ઉનાળાની વિદાય બાદ ચોમાસાના આગમન ટાણે મોટાભાગે સર્વત્ર વરસાદ થયો હતો. ઝઘડીયા તાલુકામાં ચોમાસાની શરુઆત બાદ ખેતીકામને વેગ મળ્યો હતો. વરસાદની શરુઆતે તાલુકાના ત્રણ મહત્વના વેપારી મથકો રાજપારડી, ઝઘડીયા અને ઉમલ્લાના બજારોમાં ખેતી વિષયક વસ્તુઓની ખરીદીમાં તેજી જોવા મળી હતી. ચોમાસુ શરુ થતા ખેતરોમાં માણસોની ચહલપહલ જોવા મળી. પરંતુ ચોમાસાના આગમન ટાણે થયેલ વરસાદ બાદ વરસાદ ખેંચાતા તાલુકાના ખેડૂતો તેમજ જનતામાં ચિંતા ફેલાઇ છે. વરસાદની ખેંચથી વાતાવરણમાં ઉકળાટ જોવા મળે છે. મકાનોના છાપરા પર નાંખવાની તાડપત્રી અને પ્લાસ્ટિક વેચનારા વેપારીઓ પણ હાલ મંદીનો અનુભવ કરી રહ્યા છે.

ચોમાસા દરમિયાન પ્લાસ્ટિક વેચતા રાજપારડીના આરીફભાઇ ખત્રીએ જણાવ્યું કે વરસાદ ખેંચાતા હાલમાં પ્લાસ્ટિક તાડપત્રીનું વેચાણ બંધ થઇ ગયુ છે. આકાશમાં વાદળો બંધાય છે, પણ થોડીવારમાં પવનની સાથે વાદળો ખેંચાઇ જઇને તડકો નીકળતો દેખાય છે. હાલ વરસાદ ખેંચાતા બિયારણ સુકાઇ ના જાય તે માટે ટ્યુબવેલ અને અન્ય સિંચાઇ માધ્યમોથી ખેતીને જરુરી પાણી આપવામાં આવે છે. આમ ઝઘડીયા તાલુકામાં વરસાદની ખેંચના કારણે જનતા ચિંતિત જણાય છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

કપડવંજના બે મકાનોમાંથી સ્ટાર એ શ્રેણીમાં આવતા ૫૯ કાચબા મળી આવ્યા

ProudOfGujarat

ભરૂચના જંબુસરમાં વકફ અધિનિયમ 1995 કલમ 70 હેઠળ ગેર વહીવટ કરનાર સામે કાર્યવાહીની માંગ કરતો મુસ્લિમ સમુદાય

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેની વિપીનપાર્કમાં સગર્ભા મહિલા એ ગળે ફાસો ખાઈ જીવન દોરી ટૂંકાવી …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!